પોરબંદરમાં વિવિધ સેવાભાવી સંસ્થા સાથે કરતા યુવાનોએ ગત શિવરાત્રીના દિવસે સમય ગ્રુપની સ્થાપના કરી હતી અને સુદામાપુરીમાં સેવાની આલેખ જગાવી છે.
20થી 25 જેટલા યુવાનોના ગ્રુપ દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે તેમ સૌથી મોટી સેવા પરમહંસોની સેવા કરવામાં આવે છે. શહેરમાં ફરતા પરમહંસોને સમયાતંરે સ્નાન કરાવી, તેમના હેર કટીંગ કરી, નવા કપડાં પહેરાવી તેમજ ભોજન પણ આપવામાં આવે છે.
આ સાથે કીડીયારૂ પુરવાનો, સ્લમ વિસ્તારોના બાળકોને નિશુલ્ક ભોજન, ગાયોને લીલો ઘાસચારો અને કબુતરને ચણ તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મગનું પાણી પણ પીવડાવાની આવે છે.
આ સમય ગ્રુપની સેવાને દાતા તરફથી સહયોગ મળી રહ્યો છે જેથી આ સમય ગ્રુપના સેવાભાવી યુવાનો સેવાની જ્યોતને જળહળતી રાખે છે.
પોરબંદરના સમયગૃપની સેવા માત્ર પોરબંદર પૂરતી સીમિત નથી આ સંસ્થાના યુવાનો કીડીયારૂ પુરવા માટે સોમનાથ, દ્વારકા અને વીરપુર જાય છે.
આ સંસ્થા નાળિયેરમાં ખાંડ અને લોટ સહિતની 24 જેટલી વસ્તુઓ ભરી તૈયાર કરીને જંગલ, ઝાડી ઝાંખરામાં લઈ જઈ કીડીયારૂ પૂરે છે.
અન્ય લોકો પણ કીડીયારૂ પૂરે તે માટે આ સંસ્થા સામાનની વ્યવસ્થા કરીને આપે છે.