આ સાધુએ પોતાના હાથને 45 વર્ષ થી અધ્ધર પકડી રાખ્યો છે. તે પાછળ ના ‘કારણો’ અકલ્પનીય છે!

આ સાધુએ પોતાના હાથને 45 વર્ષ થી અધ્ધર પકડી રાખ્યો છે. તે પાછળ ના ‘કારણો’ અકલ્પનીય છે!

ભારતમાં એક સાધુ મહંત એ પોતાના હાથને આશરે 45 વર્ષથી અધ્ધર રાખ્યો છે અને કહે છે કે તેઓ વિશ્વ શાંતિ માટે આવું કરે છે. જો કે, તેઓ શા માટે આવું કર્યું છે તેની પાછળ વિવિધ તારણો બતાવવા માં આવ્યા છે.

1973 માં, મહંત શ્રી અમર ભારતીજી નામના સાધુ મહંતએ તેમનો જમણો હાથ અધ્ધર કર્યો, અને નક્કી કરી લીધું કે હવે તેને ફરી કદી નીચે છોડવું નહીં. જયારે તેમણે પોતાનો હાથ ઉઠાવ્યો હતો તેના ત્રણ વર્ષ પૂર્વે જ તેમણે પોતાના કુટુંબ, મિત્રો અને પોતાની સારી એવી ક્લાર્ક ની નોકરી તથા સંસાર છોડી અને સંન્યાસ લીધું હતું અને પોતાના જીવન ને સંપૂર્ણ પણે ધર્મ અને અધ્યાત્મ ને સમર્પિત કરી દીધું. પરંતુ તેમને એવું લાગ્યું કે તેઓ હજુ પણ તેમના જૂના સંસારી જીવન સાથે જોડાયેલા છે, અને તેના માટે તેમણે એક તપસ્યા ની નિશાની તરીકે તેમણે તેમના હાથને અધ્ધર રાખવા નો નિર્ણય કર્યો. આજે તેમણે તેમના આ ત્યાગ અને બલિદાન ના પરિણામે પોતાનો એક હાથ ગુમાવ્યો છે પણ છતાંય તેઓ ને કોઈ અફસોસ કે નિરાશા નથી કેમ કે તેઓ આવું જગત ના કલ્યાણ અને શાંતિ માટે કરી રહ્યા છે.

તેમ છતાં,ઘણા લોકો નું એવું પણ માનવું છે કે તેમણે પોતાના હાથ ને આ સંસાર ના અને જન્મ મરણ ના ચક્ર તથા મોહ માયા માં થી મુક્તિ મેળવવા માટે આવું કર્યું છે.મહંત શ્રી અમર ભારતીજી એવું જણાવે છે કે તેઓ પોતાના જમણા હાથ ને સતત ઉચ્ચો રાખીને વિશ્વ શાંતિ અને જગત કલ્યાણ નું સંદેશ આપવા માંગે છે. તેમની સાથે સાથે તેમના ઘણા અનુયાયીઓ અને તેમના માનવંતા લોકો એ પણ વર્ષોથી ને દાયકાઓ સુધી તેમના હાથ ને અધ્ધર રાખવા માટે તેમની સાથે આગળ આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ને આવું કરવા થી કોઈ જાતની પીડા નો આભાષ થાય છે તો તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમણે પીડા નો અનુભવ થયો પણ હવે તેમને ટેવ પડી ગયી છે.

પછી જયારે તેમને તેમના આવા કઠોર નિર્ણય વિષે પૂછવા માં આવ્યું ત્યારે તેમણે એક સુંદર જવાબ આપ્યો, ” હું ખાલી એટલું જ કેહવા માંગીશ કે શા માટે આપણે પરસ્પર અને આપસ માં લડીએ અને ઝગડીએ છીએ? શા માટે આપણા વચ્ચે પરસ્પર એક બીજા માટે આટલી નફરત, વેર-ઝેર, ઈર્ષ્યા અને દ્વેષ છે? શું આપણે શાંતિ અને પ્રેમ ભાવ સાથે નથી રહી સકતા?”

તો અહીં મહત્વ ની વાત એ છે કે મહંત શ્રી અમર ભારતીજી આપણા સૌ માટે અને આખા વિશ્વ્ ની શાંતિ અને કલ્યાણ માટે જો 45 વર્ષ થી આવી કઠોર ને કષ્ટદાયી તપષ્યા કરી શકે છે તો આપણે સૌ તેમના આવા વિચારો ને સમજી ને કેમ શાંતિ સાથે ને એક બીજા પ્રત્યે આદર સન્માન સાથે કેમ ના રહી શકીયે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.