આ રીતે કરો ધનતેરસ પૂજા તો ચોક્કસ લક્ષ્મીજી પ્રસન્ન થશે..

શાસ્ત્રમાં ધનતેરસ નો અનેરો મહિમા વર્ણવ્યો છે શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ કહ્યા છે તેથી જ ધનતેરસ નાં રોજ કરેલી લક્ષ્મી પૂજા સો ગણી ફળદાયી હોય છે માટે અનાદીકાળથી ધનતેરસ લક્ષ્મી પૂજન કરાય છે,
પરંતુ સાથે જ ધનતેરસે ધન્વંતરી દેવનું અને કુબેર દેવ નું પણ પૂજન કરવું અનિવાર્ય છે આરોગ્ય સુખાકારી ના દેવ ધન્વંતરી છે અને સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ કુબેર છે લક્ષ્મીકૃપા તેની જે સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું ઐશ્વર્ય અને સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો મહિમા છે.
મહાલક્ષ્મી પ્રસિદ્ધ બીજ મંત્ર પ્રયોગ
અનુસાર લક્ષ્મી પૂજા કરતા સમયે સતત તેનો જાપ પૂજા કરનાર એ અને પૂજામાં સાથે બેઠેલ ઘરના સભ્યોએ કરવો કરવો તેમજ મા લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે તેના માટે પ્રાર્થના પૂર્વક એક માળા કરવી આમ કરવાથી વર્ષ પર્યંત લક્ષ્મી માતાની કૃપા બની રહે છે
ૐ શ્રીં
ૐ હ્રીં
ૐ શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ
તમામ કાર્યોની સફળતા માટે લક્ષ્મી મંત્ર
ૐ હ્રીં કામરૂપીણ્યે શ્રીં નમઃ
ધનતેરસ એ યથાશક્તિ જાપ કરી જ્યારે સમય મળે ત્યારે મનોમન ઉપરોક્ત મંત્રનો માનસિક જાપ કરવો જેનાથી રોકાયેલા કાર્યો પાર પડે છે અને કાર્યોમાં સફળતા મળે છે સાથે જ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.