આ રીતે બનાવશો રીંગણનો ઓળો તો સ્વાદ થઇ જશે બમણો

Posted by

રીંગણનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. આ રેસિપી બનાવાવમાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય રીંગણનો સ્વાદિષ્ટ ઓળો..

સામગ્રી

2 મોટા નંગ – રીંગણ

1 ચમચી – મરચું પાઉડર

1 ચમચી – ધાણા જીરૂ

1/4 ચમચી – હળદર

1 નંગ – ડુંગળી (સમારેલી)

3 નંગ – ટામેટા (ઝીણા સમારેલા)

2 નંગ – લીલા મરચાં (સમારેલા)

1 ટૂકડો – આદું

1/2 ચમચી – જીરૂ

1 ચપટી – હીંગ

1/2 ચમચી – ગરમ મસાલો

2 ચમચી – કોથમીર (સમારેલી)

2 ચમચી – તેલ

સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણને બરાબર ધોઇ લો. ત્યાર પછી તેમાં ચપ્પુની મદદથી ત્રણ-ચાર જગ્યાએ ચીરા કરો. હવે ગેસની આંચ ચાલુ કરી તેને શેકી લો. 2-3 મિનટ પછી તેને તે શેકાઇ જાય એટલે બીજી તરફથી શેકી લો. ( જો તમારી પાસે માઇક્રોવેવ છે તો તમે તેમા પણ રીંગણને 6-7 મિનિટ શેકી શકો છો.) શેકેલા રીંગણને ઠંડુ થવા માટે એક પ્લેટમાં રાખી દો અને જ્યારે તે ઠંડુ થાય એટલે તેની છાલ ઉતારીને તેને નાના ટૂકડા કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો અને તેલમાં હીંગ અને જીરૂ ઉમેરી લો. જીરાની સુંગંધ આવે એટલે તેમા ડુંગળી ઉમેરીને તેને હળવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમા ટામેટા ઉમેરો. હવે તેને ઢાંકણથી ઢાંકી લો. ત્યાર પછી તેને 2-3 મિનિટ ધીમી આંચ પર ચઢવા દો. હવે ઢાંકણ ખોલો ટામેટા નરમ એટલે હલાવી દો. જેને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તેલ મસાલા મિક્સ થઇ ન જાય. ગવે મસાલમાં રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને ગરમ મસાલો ઉમેરી 3-4 મિનિટ રહેવા દો. રીંગણ ચઢે ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે રીંગણનો સ્વાદિષ્ટ ઓળો. ઉપરથી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. જેને તે રોટલી, પરાઠા, નાન કે રાઇસ સાથે સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *