આજે અમે તમારા માટે રાજસ્થાની મિઠાઇ ઘેવરની રેસીપી લઇને આવ્યા છે. જે તમારા ભાઇને ખુબ પસંદ આવશે. તો ચાલો જોઇએ સ્વાદિષ્ટ ઘેવર બનાવવાની સહેલી રેસીપી. જે તમે બનાવી શકો છો.
સામગ્રી
470 ગ્રામ – ખાંડ
220 મિલી લીટર – પાણી
1 ચમચી – લીંબુનો રસ
1 ચમચી – રોઝ વોટર
1/2 બાઉલ – ઘી
1 ચમચી – આરાનો લોટ
200 ગ્રામ – મેંદો
1/2 ચમચી – બેકિંગ સોડા
સજાવટ માટે
બદામ
પિસ્તા
ગુલાબની પાંદડી
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં પાણી અને ખાંડને ઉકાળી લો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પીગળી ન જાય. હવે આ મિશ્રણમાં એક ચમચી લીંબુનો રસ અને રોઝ વોટર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં ઘી ઉમેરીને તેને બરાબર ફેટી લો. જ્યાં સુધી તે ક્રીમ જેવું ન બની જાય. હવે તેમા આરાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો, ત્યાર પછી તેમા મેંદો અને પાણી ઉમેરો. હવે તેમા બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરી લો. હવે પેનમાં થોડૂંક ઘી ગરમ કરીને તેમા ગોળાકાર સાંચો રાખો. તેને અડધો ઘીમાં ડૂબાડીને રાખો. હવે તૈયાર મિશ્રણ તેમાં ઉમેરો. ત્યાર પછી તેને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરી લો. હવે ઘેવરને તૈયાર ખાંડના મિશ્રણમાં ઉમેરીને 30 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર તેને બહાર નીકાળી તેને બદામ, પિસ્તા, ચાંદીના વરખ અને ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરી શકો છો.