કોલસર્પ દોષ દૂર કરવા માટે અપનાવો નારીયેલ સાથે જોડાયેલા આ ટોટકા, તે દોષનો આવશે અંત.નારીયેલને હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજા કરતી વખતે ભગવાનને જરૂર અર્પણ કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તે જરુર ફોડવામાં આવે છે. જો નારીયેલને યોગ્ય રીતે ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન ખુશ થઇ જાય છે અને તમારી દરેક ઇચ્છાઓને પૂરી કરી દે છે. માત્ર એક નારીયેલ ભગવાનને અર્પણ કરવાથી તમારું નસીબ ખુલી જાય છે. નારિયેળ ચડાવવાથી તમને ક્યા ક્યા શુભ લાભ મળે છે અને તેની સાથે જોડાયેલા થોડા ટોટકા આ મુજબ છે.
દેવું ઉતારવા માટે :-
તમારી ઉપર ચડેલા દેવાને ઉતારવા માટે તમે મંગળવારના દિવસે એક નારિયેળ ઉપર સિંદુરની મદદથી સ્વસ્તિક બનાવી લો. પછી આ નારીયેલને હનુમાનજીના મંદિરમાં જઈને તેમની મૂર્તિની સામે અર્પણ કરી દો. નારીયેલને અર્પણ કરવા સાથે સાથે તમે તમારા મનમાં હનુમાનજીનું નામ 21 વાર બોલો. આ ઉપાય કરવાથી તમારી ઉપર ચડેલું દેવું જલદી જ ઉતરી જશે.
વેપારમાં ધનના ફાયદા માટે :-
વ્યવસાયમાં નફો ન થવા ઉપર, તમે એક નારીયેલ લઈને તેને પીળા રંગના સાફ કપડામાં વીંટી દો. પછી તમે વિષ્ણુજીના મંદિરમાં જઈને, પીળા રંગમાં લપેટી નારીયેલને જનોઈ, ફૂલો અને મીઠાઈ સાથે ચડાવી દો. આ ઉપાય કરવાથી વિષ્ણુજી ખુશ થઇ જશે અને તમને તમારા વેપારમાં ધન સાથે જોડાયેલી તાત્કાલિક અસર જોવા મળશે.
પૈસા જમા કરવા માટે :-
જો તમારી પાસે ધન નથી ટકતું અને તમારે વધારે ખર્ચ થાય છે. તો તમે શુક્રવારના દિવસે નારીયેલ સાથે જોડાયેલા આ ઉપાયને કરો. તમે આ દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં જઈને તેમને નારીયેલ, કમળનું ફૂલ અને સફેદ કપડુ ચડાવી દો અને પછી દેસી ગાયના ઘીના દીવડા પ્રગટાવીને તેની આરતી કરો. આ ઉપાય કરતા જ માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર જળવાઈ રહેશે અને તમારી આર્થિક સમસ્યા સુધરી જશે.
ગ્રહ દોષથી બચો :-
શનિ, રાહુ, કેતુ જેવાં ગ્રહ દોષથી બચવા માટે અને આ ગ્રહના દોષને દૂર કરવા માટે તમે શનિવારના દિવસે એક નારીયેલ લઈને તેને કાળા રંગના સ્વચ્છ કપડામાં લપેટી દો અને પછી તેની સાથે તમે કાળા તલ, અડદની દાળ અને લોખંડની કોઈ પણ વસ્તુ લઈને પાણીમાં પધરાવી દો. આ ટોટકાને કરવાથી તમારા ગ્રહ શાંત થઇ જશે.
કોલસર્પ દોષોને કરો દુર :-
કાલસર્પ દોષ જે લોકોની કુંડળીમાં છે, તે લોકોમાં મહિનામાં એકવાર કાળા રંગના કામળા સાથે નારીયેલનું દાન ગરીબ લોકોને કરી દો. આમ કરવાથી તમારી કુંડળીમાં થેલા કાલસર્પ દોષ દૂર થઇ જશે અને બીજા પ્રકારનાં દોષો માંથી પણ તમને રાહત મળી જશે.
સફળતા મેળવવા માટે :-
કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે એક નારીયેલને લાલ રંગના સુતરાઉ કપડામાં લપેટી લો અને પછી આ નારીયેલને તમે વહેતા પાણીમાં રવિવારના દિવસે પધરાવી દો. આ ઉપાય તમારે ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી તમને તમારા કાર્યમાં સફળ પ્રાપ્ત ન થાય.
નોકરી મેળવવા માટે :-
જો તમને નોકરી મળવામાં મુશ્કેલી આવી રહી છે, તો તમે દરરોજ શુક્રવારના દિવસે મંદિરમાં જઈને માતા લક્ષ્મીનાં ચરણોમાં નારીયેલને અર્પણ કરો. નારિયેળ અર્પણ કરવાથી તમને નોકરી જલ્દી જ મળી જશે. આ ઉપાય સિવાય તમે પીપળાના વૃક્ષની પૂજા કરો, તેની પાસે નારિયેલ ચડાવી દો. આ ઉપાય પણ કરવાથી તમને મનગમતી નોકરી મળી જશે.