હિંદુ શાસ્ત્રો અનુસાર, આજે પણ, ભગવાન હનુમાન પૃથ્વી પર આજે પણ અજ્ઞાત સ્વરૂપે નિવાસ કરે છે. કારણ કે તેમને અમરત્વનું વરદાન છે. ઘણા મંદિરોમાં ભગવાન હનુમાન સાથે જોડાયેલી વાર્તાઓ છે, જે તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. આજે અમે તમને એક એવા હનુમાન મંદિર વિશે જણાવીશું, જ્યાં હનુમાનજી રામ નામની માળાનો જાપ કરે છે.
હનુમાનજી નું આ મંદિર ઉત્તર પ્રદેશના ઈટાવામાં છે. આ મંદિર ‘પિલુઆ મહાવીર મંદિર’ તરીકે ઓળખાય છે. આ મંદિર ઈટાવા શહેરથી લગભગ 12 કિમી દૂર ગામ રુરામાં આવેલું છે. યમુના કિનારે આવેલા આ હનુમાન મંદિરમાં દૂર-દૂરથી હનુમાન ભક્તો પૂજા કરવા આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જ્યારે આ મંદિરમાં ધ્યાન કરવા બેસીએ ત્યારે હનુમાનજીના શ્વાસનો અવાજ સંભળાય છે. આ સાથે રામ નામનો અવાજ પણ નીકળે છે.
આ મંદિરમાં ભગવાન બજરંગ બલીજી ની મૂર્તિ સુતેલી સ્થિતિમાં છે અને તેમનું મુખ દક્ષિણ તરફ છે. સ્થાનિક લોકો જણાવે છે કે અહીં હનુમાનજીના ચહેરા પર લાડુ અને બૂંદી પીરસવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી તે સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. પ્રસાદ ક્યાં ગુમ થયો તે આજ સુધી જાણી શકાયું નથી.