હિન્દૂ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. તેમાં હાથ જોડીને અભિવાદન કરવાથી લઈને ચરણ સ્પર્ષ કરીને આશીર્વાદ લેવાનો પણ સમાવેશ થાય છે. તેમાં ચાંદલો અને તીલક લગાવવું પણ શામેલ છે. ચાંદલો અથવા તિલક હિંદૂ સંસ્કૂતિનો જરૂરી ભાગ છે.
કોઈ પણ ભારતીય પોશાક કપાળ પર ચાંદલો લગાવ્યા વગર સંપૂર્ણ નથી દેખાતો. ચાંદલો નિશ્ચિત રીતે એક સ્ટાઈલ સ્ટેટમેન્ટના રૂપમાં કામ કરે છે. આ તમારા લુકને નિખારે છે પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરાઓની પાછળ ન ફક્ત ધાર્મિક પરંતુ વૈજ્ઞાનિક તથ્ય પણ છુપાયેલા છે.
તમારા મગજને શાંત કરે છે
ભમરની વચ્ચેના ભાગમાં જ્યાં બધા ચાંદલો લગાવે છે તેનું રોજ મસાજ કરવું જોઈએ. આ એ જગ્યાઓના મસલ્સ અને નસોને આરામ આપવામાં મદદ કરે છે. સાથે જ તેનું આપણા શરીર પર શાંત પ્રભાવ પડે છે. જ્યારે તમે તણાવની સ્થિતિમાં હોવ છો તો આ બિંદુ પણ હોય છે જેને તમે અવચેતન રૂપથી દબાવો છો. આ પ્રકાર શાંત રહેવા માટે અને વધુ એકાગ્ર મન રાખવા માટે દરરોજ એક ચાંદલો કરવો જોઈએ.
માથાના દુખાવામાં પણ મળશે રાહત
આપણા માથા પર એક ખાસ બિંદુ હોય છે જ્યાં તિલક લગાવવામાં આવે છે. એક્યુપ્રેશરના સિદ્ધાંતોના અનુસાર આ બિંદુ આપણને તરત માથાના દુખાવામાં રાહત આપે છે. આવું એટલા માટે કારણ કે તેમાં નસોનું કન્વર્જન્સ થાય છે. જ્યારે આ બિંદુ પર મસાજ કરવામાં આવે તો આપણને તરત આરામ મળે છે.
એકાગ્રતા વધે છે
માથાની વચ્ચે પીનિયલ ગ્રન્થિ હોય છે. જ્યારે અહીં તિલક અથવા બિંદુ લગાવવામાં આવે છે તો ગ્રંથિ ઝડપથી કામ કરે છે. તેનાથી મગજ શાંત થાય છે. કામમાં એકાગ્રતા વધે છે. તેમાં ગુસ્સો અને તણાવ ઓછો થઈ જાય છે.
સાઈનસ થઈ જાય છે ઠીક
તિલકથી ટ્રાઈજેમિનસ તંત્રિકા પર પ્રેશર પડે છે. તેનાથી નાક અને તેના આસપાસના વિસ્તારોમાં ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થવા પર તે તંત્રિકા નાકના માર્ગ, નાકના મ્યુકોસલ અસ્તર અને સાઈનસમાં લોહીના પ્રવાહને ઉત્તોજિત કરવામાં મદદ કરે છે. આ બંધ નાકને રાહત આપવાની સાથે સાથે સાઈનસ અને નાકમાં સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તે સાઈનસાઈટિસમાં રાહત આપવામાં પણ મદદ કરે છે.