આ ગુજરાતી અભિનેત્રીનું થયુ બોલિવુડમાં જોરદાર ડેબ્યુ, અજય દેવગન અને માધવન સાથે આપી 100 કરોડની ફિલ્મ

અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ હાલમાં ઘણી ચર્ચામાં છે, કારણ કે આ ફિલ્મે અત્યાર સુધી 84 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને વર્લ્ડવાઇડ આ ફિલ્મની કમાણી 122 કરોડ પાર પહોંચી ચૂકી છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ મહત્વની ભૂમિકામાં છે.

જાનકી બોડીવાલા કે જેણે ‘શૈતાન’માં અજય દેવગનની દીકરીનો રોલ પ્લે કર્યો છે તે ગુજરાતી અભિનેત્રી છે.

જાનકીએ હાલમાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેની અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે અજય દેવગન, માધવન અને જ્યોતિકા સાથે જોવા મળી રહી છે. જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો હતો. તેણે ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

જાનકીએ ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ કર્યું છે. જાનકીએ હંમેશાથી અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવાની તક તેને વર્ષ 2015માં મળી જ્યારે તેની પહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ આવી હતી. 20 વર્ષની ઉંમરે તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

આ પછી તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘તારી માટે વન્સ મોર’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં જાનકીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાતી ફિલ્મ “નાડી દોષ”માં પણ જાનકી નો અલગ જ અંદાજ ચાહકો ને ખુબ પસંદ આવ્યો હતો અને ફિલ્મે પણ સારી કમાણી કરી હતી. ‘છેલ્લો દિવસ’ બાદ ૭ વર્ષ પછી ચાહકોને જાનકી અને યશની જોડી સાથે જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો.તે ગુજરાતની ત્રણ ફાઇનલિસ્ટમાંથી એક હતી.

ગુજરાતી ફિલ્મ ‘વશ’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જાનકીએ આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ગુજરાત ફિલ્મ ‘વશ’ની જ રિમેક છે. ત્યારે હવે શૈતાનથી જાનકી બોલિવુડમાં પણ ચમકી છે. જાનકીએ ‘શૈતાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે.

Related Posts

અમૃતા-સારાએ કબૂલ છે પલક-ઈબ્રાહીમનો પ્યાર, દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સૈફ-કરીના ક્યારેય નથી જોવા મળ્યા…

અમૃતા શ્વેતાની પ્રિયતમ પલકને તેની વહુ બનાવવા તૈયાર છે, જ્યારે સારા પલકને તેની ભાભી બનાવવા માટે તૈયાર છે તો પછી ઈબ્રાહિમની પસંદગીના કારણે સૈફ અને કરીનાએ શું…

કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જણાવી એ રાતની સચ્ચાઈ, આ એક્ટર્સ પણ હતા હાજર…

1 ઓક્ટોબર 1998 ની અંધારી રાત હતી. જોધપુરના કાંકર ગામમાં ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અંધકાર, એક સફેદ જીપ્સી એ જ વિસ્તારમાં સતત ફરતી હતી…

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

વાસ્તવમાં, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના નવીનતમ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેમાં અરહાન અને મલાઈકાએ રેપિડ ફાયર ગેમ રમી હતી, જે…

રોહિત શર્માના લગ્નની તસવીરો અચાનક થઇ વાઇરલ…જુઓ શું થયું હતું

રોહિત શર્મા, જેને “ધ હિટમેન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા…

દુબઈની આલીશાન લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યા ભીડે માસ્તર…આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિગ્ગજ પાત્ર ભજવે છે…જાણો કહાની

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા શો દરેકના દિલ પર રાજ કરે છે. આ શો એટલો ફની છે કે લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તારક મહેતા…

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…

42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *