આ ગરમી તો બાપા…હારુ કરજો! આ 4 દિવસ કામ વિના ના નીકળતા ઘરની બહાર

Posted by

લોકો ગરમીથી પોકારી રહ્યાં છે હાય તૌબા! લોકો કહે છે આ ગરમી તો બાપા હારુ કરજો….ખરેખર મોત બોલાવે એવી ગરમી પડી રહી છે. લોકો રીતસર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યાં હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. એમાંય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજથી આગામી 4 દિવસ સુધી તો ભુક્કા બોલાવી નાંખે એવી ગરમી પડવાની છે. એટલે જરૂર ન હોય તો ઘરેથી બહાર ન નીકળતા. નહીં તો માથુ તપી જશે અને ગરમી ચઢશે તો ડોક્ટર પણ ઉંચા કરી દેશે હાથ…

મહત્ત્વનું છેકે, રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સતત વધતી ગરમીને પગલે આજથી આગામી 3 દિવસ માટે અમદાવાદમાં તંત્ર દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની સાથો-સાથ ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 14 તારીખ સુધી 44 ડીગ્રીને પાર તાપમાન જઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. આ સિવાય રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાએ ગરમી અંગેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. અને કામ વિના ઘરની બહાર ન નીકળવાની પણ સુચના આપી છે.

આગામી 4 દિવસ રાજ્યભરમાં આકરી ગરમી પડવાની છે તેથી સૌએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આગામી 4 દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું તપામાન 43 ડીગ્રીની આસપાસ હતુ. ગાંધીનગરમાં પણ આ આંકડો આની આસપાસ જ હતો. જ્યારે રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *