નમસ્કાર મિત્રો,આજે અમે તમારી જોડે દરેકને ઉપયોગી બને એવી માહિતી જણાવીશું.તમે જેવો આ જ્યુસ પિશો તેવા તત્કાલ પરિણામો જોવા મળશે.આ માટે તમારે સૌ પ્રથમ 5-7 પાલકના પાન લો.પણ જણાવી દઈએ કે,જો તમને પથરી,કિડનીની તકલીફ હોય તો તમે સાથે તાંદરજાના પાન પણ ઉમેરી શકો છો.બીજું 10 ગ્રામ લીલા ધાણા,20 એક જેટલા ફુદીનાના પાન લો.
ત્યારબાદ આંખોને લગતી બીમારી હોય તો તમે ગાજર પણ ઉમેરી શકો છો.2 નાગરવેલના પાન પણ ઉમેરો.3-4 નંગ કાળા મરી,1-2 ગ્રામ તજ ઉમેરો,1-2 ગ્રામ આખી મેથીના દાણા ઉમેરી શકો છો પછી થોડી હળદર અથવા આમળા મળે તો એને પણ ઉમેરી દો.આ બધુ મિકચરમાં દળી દો.અડધા જેટલું જ્યુસ તૈયાર થાય એટલું પાણી નાખી મિકચરમાં ફેરવો.
અને પછી જે જ્યુસ તૈયાર થાય એને ઓછામાં ઓછું 2 ગ્લાસ જેટલો જ્યુસ સવારે નર્ણાકોઠે પીઓ અને બે ગ્લાસ જેટલું જ્યુસ સાંજે ખાલી પેટે જમ્યાના એક કલાક પહેલા પીઓ.એ પણ તાજું જ પીવું સારું રહેશે.જ્યુસ પીધા પછી અમુક લોકોને થોડોક સમય ચક્કર આવે છે,ચક્કર એટલા માટે આવશે કારણ કે જેવુ તમારા શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઊંચું જશે તરત જ સુગરનું પ્રમાણ નીચું જતું રહેશે
સુગર ઓછું થશે એટ્લે તમને ચક્કર આવશે.તે વખતે 1-2 અંજીર અથવા 1-2 ખજૂર ખાઈ લો.પરંતુ સ્વીટ આઈટમ ન ખાઓ.દૂધની આઇટમો ન ખાઓ તો વધુ સારું રહેશે.જો તમે આ જ્યુસ નિયમિત પીઓ તો તમને ખૂબ જ ફાયદો જોવા મળશે.તમને જો કોઈ તકલીફ હોય તો યોગ્ય ડોક્ટર અથવા વૈધની જરૂર સલાહ લો.અમારી આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને પણ જરૂર શેર કરો.