આ છે દેશ નો સૌથી યુવા આઇપીએસ ઓફિસર ક્યારેક મમ્મી પાપા લોકો નાં કામ કરી ગુજરાન ચલવતા હતા

આ છે દેશ નો સૌથી યુવા આઇપીએસ ઓફિસર ક્યારેક મમ્મી પાપા લોકો નાં કામ કરી ગુજરાન ચલવતા હતા

સફિન હસન, 22, જે ગુજરાતનો છે, 570 ની રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા ક્લિયર કર્યા.  તે વર્ષ 2017 નું વર્ષ હતું, ત્યારબાદ તેની આઈપીએસ માટેની તાલીમ શરૂ થઈ.  ગુજરાત કેડરમાંથી આઈપીએસ તાલીમ માટે તે હૈદરાબાદ ગયો હતો.  તાલીમ પૂરી થઈ ત્યારે તેમણે ગુજરાતના જામનગર જિલ્લામાંથી નાયબ પોલીસ અધિક્ષક પદ મેળવ્યું.  હવે તે સેંકડો પોલીસકર્મીઓ ઉપર રાજ કરશે.  પરંતુ, અધિકારી બનવાની આ યાત્રા સરળ નહોતી, તેમણે ખૂબ જ મહેનત કરવી પડી.  ઘણા દિવસો ભૂખ્યા રહી સમય પણ ગાળ્યા.  તેના બંને માતા-પિતા હીરાના કામદાર રહ્યા છે.  જ્યારે પિતાની નોકરી ખોવાઈ ગઈ ત્યારે માતાએ રોટીસ લગાવીને હસનની ભણતરનો ખર્ચ કાઢ્યો.

22 વર્ષની ઊંમરે દેશની સૌથી કઠિન ગણાતી UPSCની સિવિલ સર્વિસ એક્ઝામ ક્રેક કરી દેશના સૌથી યુવા IPS ઑફિસર બનવાની સિધ્ધિ હાંસલ કરનાર સફીન હસન કચ્છના સરહદી ગામોની મુલાકાતે આવ્યાં છે.

દેશના સૌથી યુવા IPS ઑફિસર સરહદી ગામોની મુલાકાતેઃ તુગામાં 22 વર્ષની ઊંમરે દેશની સૌથી કઠિન ગણાતી UPSCની સિવિલ સર્વિસ એક્ઝામ ક્રેક કરી દેશના સૌથી યુવા IPS ઑફિસર બનવાની સિધ્ધિ હાંસલ કરનાર સફીન હસન કચ્છના સરહદી ગામોની મુલાકાતે આવ્યાં છે.

IPS અધિકારીઓ બોર્ડર વિલેજની મુલાકાત લઈ ત્યાં રહેતા લોકોના પ્રશ્નોથી વાકેફ થાય અને સીમા સુરક્ષા સુદ્રઢ કરવા સંદર્ભે સમીક્ષા કરે તે હેતુથી રાજ્ય સરકાર તેમને સરહદી ગામોની મુલાકાતે મોકલે છે.

ગઈકાલે તેમણે ખાવડા નજીક નાની રોહાતડ ગામની મુલાકાત લીધી હતી. સ્થાનિક અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન નજીકનું તુગા ગામ અન્ય સરહદી ગામો કરતાં શિક્ષણમાં થોડું અગ્રેસર હોવાનું જાણવા મળતાં તેમણે તુગાની મુલાકાત લીધી હતી. ગામના યુવકોને તેમણે પોતાની સંઘર્ષયાત્રા અંગે વાત કરી શિક્ષણ સિવાય સમાજનો ઉધ્ધાર ના હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે કોટડા ગામના પ્રથમ સ્નાતક વિદ્યાર્થી તરીકે સિધ્ધિ મેળવનારા ગફારભાઈને તેમણે ગાંધી જીવનદર્શનની પુસ્તિકા ભેટ આપી હતી. ઉલ્લેખનીય છે કે, તુગા ગામના સમા સમાજના ઈસ્માઈલભાઈ માસ્તર પ્રથમ એવા પ્રાથમિક શિક્ષક હતા કે જેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેમની પ્રેરણા થકી ગામમાં શિક્ષણની જ્યોત પ્રગટી હોવાનું જાણીને સફીન હસને ગામનાં લોકોને તેમના સંતાનોને શિક્ષણ આપવા અને દરેક યુવાનોને આસપાસના ગામ-કસ્બા દત્તક લઈ તેમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા અનુરોધ કર્યો હતો. સફીન હસન આજે લખપતના નાની છેરની મુલાકાતે છે.

અત્યંત ગરીબાઈમાંથી આગળ આવ્યા છે સફીન હસન

પાલનપુર નજીક આવેલા કાણોદર ગામે અત્યંત દરિદ્ર પરિવારમાં 21 જૂલાઈ 1995નાં રોજ સફીન હસનનો જન્મ થયો હતો. માતા-પિતા હિરાના કારખાનામાં મજૂરી કરતાં. સફીનના પિતા મુસ્તફા હસન વધારાની આવક માટે ઈલેક્ટ્રીશિયન તરીકે નાનું મોટું કામ કરી લેતાં તો માતા નસીમબાનુ પણ લગ્નવાડીઓમાં રોટલીઓ ઘડીને બે છેડા ભેગાં કરવાની મથામણ કરતા રહેતા. બાળપણમાં શાળાની મુલાકાતે આવેલાં જિલ્લા કલેક્ટરનો માન-મરતબો જોઈને સફીન હસને પણ મોટા થઈને કલેક્ટર બનવાનો નિર્ધાર કર્યો હતો.

અત્યંત ગરીબાઈ છતાં હકારાત્મક અભિગમ અને સખત મહેનત થતી સફીન હસને 2017માં યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી 570મી રેન્ક સાથે આઈપીએસ ઑફિસર બન્યાં હતા. ભણવામાં એક સ્થાનિક દંપતિએ તેમને આર્થિક મદદ કરી હતી. 2019માં તેમને રાજ્ય સરકારે જામનગર ASP તરીકે નીમ્યા હતા. હાલ તેઓ ભાવનગરના ASP તરીકે ફરજ બજાવી રહ્યાં છે. દેશના આ સૌથી યુવા IPS એક મોટિવેશનલ સ્પીકર અને UPSCના છાત્રો માટે એક રોલ મોડેલ તરીકે પણ ઉભરી આવ્યાં છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.