આ બે દિવસ ગુજરાતમાં મેઘો બોલાવશે બઘડાટી, હવામાન વિભાગની મોટી આગાહી

આ બે દિવસ ગુજરાતમાં મેઘો બોલાવશે બઘડાટી, હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં અપેક્ષા મુજબના વરસાદનો શ્રાવણ નથી ગયો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ પ્રમાણસર નથી પડ્યો તેમ કહી શકાય.ત્યારે, હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 8 અને 9 સપ્ટેમ્બરે ઉતર ગુજરાત-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીનું કારણ બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર છે.

ખેડૂતોની ચાતક નજર

રાજ્યના મોટાભાગના ખેડૂતો ચાતક નજરે સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે. કૃષિ વિભાગના કેટલાક તજજ્ઞો માને છે કે, વરસાદ થોડો ખેંચાયો છે. પરિણામે ચોમાસું પાક પર અસર થવાની સંભાવનાઓને નકારી શકાય નહિ. જ્યારે જરૂર છે ત્યારે,વરસાદ નથી આવ્યો પણ પાછોતરો વરસાદ ઉભી મોલાતુંને કેવું જીવતદાન આપશે તે પણ થનારા વરસાદ પર અવલંબે છે.

ક્યાં-ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 અને 9 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન કરાયું છે. આ મુજબ, નવસારી,ડાંગ,તાપી,સુરત,ભરૂચમાં ભારે વરસાદણી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી,રાજકોટ,ભાવનગર,દ્વારકા, અને જામનગરમાં પણ ભારે વરસાદનો વરતારો છે.તો ઉતર ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ ખેડા, નડિયાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.