આ 7 લક્ષણો વળી સ્ત્રી, પતિનું સુતેલું ભાગ્ય જગાડી દેય છે

હિંદુ ધર્મમાં મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે મહિલાઓના ભાગ્ય સાથે પરિવારનું ભાગ્ય બદલાય છે. આવી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે, જેના કારણે પતિનું ભાગ્ય બદલાઈ જાય છે. ઘરની મહિલાઓ પરિવારને ખુશ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને સ્ત્રીઓ હંમેશા આદરણીય છે કારણ કે એવું કહેવાય છે કે સ્ત્રી પોતાની સાથે આખા કુટુંબનું નસીબ લાવે છે, પછી ભલે તે સાસરિયામાં તેના પતિનું નસીબ હોય કે માતૃ ગૃહમાં તેના પિતાનું નસીબ. પરંતુ તમે કેવી રીતે જાણો છો કે છોકરી નસીબદાર છે કે નહીં. છોકરીના ભાગ્યશાળી હોવાના કેટલાક ખાસ સંકેતો છે. આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ જે દર્શાવે છે કે છોકરી તમારા માટે લકી છે.
1. આંખોનો આકાર: તમે આ ઘણી વાર સાંભળ્યું હશે કે વ્યક્તિની આંખો બધું જ કહી દે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આંખોના આકાર પરથી છોકરીઓનું ભાગ્ય જાણી શકાય છે.
2. હોઠનો રંગ ભાગ્યશાળી છોકરીને ઓળખવામાં મદદ કરે છેઃ જે મહિલાઓના હોઠ ગુલાબી હોય છે અને તેમની વાણીમાં મીઠાશ હોય છે, આવી મહિલાઓ તેમના પરિવાર અને પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
3. નાભિ જણાવે છે સ્ત્રીની ઓળખઃ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે મહિલાઓની નાભિ ગોળ હોય છે તે ભાગ્યશાળી હોય છે.કહેવામાં આવે છે કે આવી મહિલાઓ દયાળુ હોવાની સાથે બુદ્ધિશાળી પણ હોય છે.
4. નાક પર છછુંદર: જે છોકરીઓના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે, આવી મહિલાઓ પોતાનું જીવન આરામથી પસાર કરે છે. આ સ્ત્રીઓમાં ગુણોનો ભંડાર હોય છે. આવી મહિલાઓના ઘરે આવવાથી ખુશીઓ આવે છે અને ભાગ્ય પણ સાથ આપે છે.
5. પગને જોઈને તમે જાણી શકો છો કે તમે ભાગ્યશાળી છો કે નહીંઃ જે મહિલાઓના પગમાં કમળ અને ચક્રનું ચિહ્ન હોય છે, તે મહિલાઓ ભાગ્યશાળી હોય છે, સાથે જ જે મહિલાઓનો અંગૂઠો ગોળ અને ઉંચો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. , આવી સ્ત્રીઓને જીવનમાં ઘણો આનંદ આવે છે. અને તેમનું ભાગ્ય પણ પરિવારના નસીબ તરફ દોરી જાય છે.
સામુદ્રિક શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા છે જે કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગને જોઇને તેમજ અંગોની રચના ઉપરથી તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તે વિશે જાણ થઇ શકે છે. જેમ કે કોઇના વાળ, તો કોઇની ગરદનના વળાંક ઉપરથી તે વ્યક્તિ કેવો સ્વભાવ ધરાવતી હશે તે વિશે અનુમાન લગાવી શકાય છે. આજે આપણે સ્ત્રીઓના અંગોપાંગ ઉપરથી તે સ્ત્રીઓના લક્ષણો વિશેની ચર્ચા કરીશુ.
સ્ત્રીઓ પોતાના શરીરની ખૂબ સાચવણી કરતી હોય છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં પણ કોમળ કાયા ધરાવતી સ્ત્રીઓનું ખૂબ મહત્ત્વ હોય છે, સામુદ્રિક શાસ્ત્રમાં આલેખ્યું છે તે મુજબ કોમળ શરીર ધરાવતી સ્ત્રીઓ ઉપર પ્રભુ કૃપા હંમેશાં વરસતી રહે છે, આ સ્ત્રીઓ હંમેશાં રાજપાઠ ભોગવે છે, આ સ્ત્રીઓનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે, તેમને જીવનમાં ક્યારેય મોટી તકલીફ નથી પડતી. તેમજ તેમના શરીરને પણ ક્યારેય તકલીફ નથી ભોગવવી પડતી.
પ્રમાણમાં નાની આઇબ્રો ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે પ્રમાણિક હોય છે, આ પ્રકારની સ્ત્રીઓ ક્યારેય કોઇ સાથે છેતરામણી નથી કરી શકતી, કદાચ કોઇ સમયે પરિસ્થિતિ અનુસાર જૂઠંુ બોલવું પડે તો પણ તે સ્ત્રીને હંમેશાં ડંખતુ રહે છે.
જે સ્ત્રીઓની આંખો મોટી અને કાંતિયુક્ત હોય, તેમજ જે સ્ત્રીઓની આંખો આકર્ષક હોય તે સ્વભાવે ખુશમીજાજી હોય છે, તેઓ હંમેશાં ખુશ રહેવાનું પસંદ કરે છે, અને પોતાની આસપાસના લોકોને પણ ખુશ રાખવાના પ્રયત્નો કરતાં રહે છે.
જે સ્ત્રીના માથા પર ભ્રમર ખેચવાથી પાંચ કરચલી ઊપસી આવે છે તેઓ બીજી સ્ત્રીઓની સરખામણીએ લાંબુ આયુષ્ય ધરાવે છે, એટલું જ નહીં આ સ્ત્રીઓની વિચારશક્તિ પણ ખૂબ તેજ હોય છે. આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં પણ ઝડપી નિર્ણય કરી શકે છે. અને તેમના કરેલા નિર્ણય ભાગ્યે જ નિષ્ફળ જતાં હોય છે. પ્રમાણમાં હોશિયાર કહી શકાય એવી સ્ત્રીઓ હોય છે.
હોળાકાર અને મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓનું જીવન ઘણું સારંુ હોય છે, તે સ્ત્રીઓના જીવનમાં પણ કઠણાઈ ભાગ્યે જ આવતી હોય છે, સરેરાશ સ્વસ્થ અને સુંદર જીવન જીવતી આ સ્ત્રીઓની સામાજિક તેમ જ આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.
જે સ્ત્રીનો ઉપરનો હોઠ જાડો અને મોટો હોય તે સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો તેમજ ઉગ્ર હોય છે. તેઓ ઝઘડાળું હોય છે, દરેક નાની મોટી વાતમાં સામેવાળી વ્યક્તિનો વાંક શોધી તેની સાથે ઝઘડી લેતાં તેને એક મિનિટ પણ નથી થતી.
નાનું કદ ધરાવતી સ્ત્રીઓ દરેક વાતને છુપાવી રાખનારી હોય છે, તે પોતાની અંદર રાખેલી વાતોને સમય આવ્યે જ જણાવે છે. આ સ્ત્રીઓ પાસેથી તમે જલદીથી કોઇ વાત નથી કઢાવી શકતાં.
જેની ગરદન નાની હોય તે સ્ત્રીઓ પણ ચીડિયા સ્વભાવની ખૂબ જ બોલકી હોય છે, આ સ્ત્રીઓએ ઔશાંત સ્વભાવના છોકરા સાથે ન પરણવું ઔજોઇએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની સંભાવના રહેતી હોય છે. શાંત સ્વભાવવાળી વ્યક્તિ આ સ્ત્રીથી જલદીથી કંટાળી જાય છે.
ગોરો રંગ તેમજ ગુલાબી હોઠ ધરાવતી સ્ત્રીઓ પ્રમાણમાં શાંત અને શાલીન હોય છે.
જે મહિલાઓની ચાલ સામાન્ય હોય, મતલબ કે વધારે ધીમી પણ નહી ંઅને વધારે ફાસ્ટ પણ નહીં તે મહિલાઓ પણ વિવેકશીલ હોય છે, તેમજ તેમને પાર્ટનર પણ ખૂબ વિવેકશીલ તેમજ બુદ્ધિમાન હોય છે.