9 એપ્રિલ દુર્ગા અષ્ટમી l દુર્ગામાતા થશે પ્રસન્ન l આ 6 રાશિઓ બનશે મહા કરોડપતિ

9 એપ્રિલ દુર્ગા અષ્ટમી l દુર્ગામાતા થશે પ્રસન્ન l આ 6 રાશિઓ બનશે મહા કરોડપતિ

આમ તો વર્ષમાં ચાર વાર નવરાત્રિનો પર્વ આવે છે. પરંતુ શારદીય અને ચૈત્ર નવરાભિનુ મહત્વ ઘણુ વધુ હોય છે. હિંદુ ધર્મમાં માનતા લોકો માટે નવરાત્રિના આ નવ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2022માં ચૈત્ર નવરાત્રિનો શુભારંભ 2 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. આ સમયમાં મા દુર્ગાના વિવિધ નવ રૂપોની પૂરા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. મા જગદંબાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રિનો સમય અમુક રાશિઓ માટે ઘણો શુભ રહેવાનો છે. આ લેખના માધ્યમથી જાણીએ કે ચૈત્ર નવરાત્રિ 2022 કઈ રાશિઓ માટે લકી સાબિત થવાની છે.

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ વર્ષની ચૈત્ર નવરાત્રિ શુભ રહેવાની આશા છે. માતાના આશીર્વાદ મેળવવા માટે વિધિ-વિધાન અને સાચા મનથી આરાધના કરવી. તમે જે કામની શરુઆત કરશો તેમાં તમને સફળતા મળવાની આશા છે. તમને પોતાના પરિશ્રમનુ ફળ જરુર મળશે. કામકાજના ક્ષેત્રમાં પણ પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે.

વૃષભઃ

આ વર્ષની ચૈત્ર નવરાત્રિ વૃષભ રાશિના જાતકો માટે પણ સારા પરિણામ આપશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે જેનાથી બચત કરવામાં મદદ મળશે. ઑફિસમાં વરિષ્ઠો અને સહકર્મીઓ સાથે તમારો તાલમેલ સારો રહેશે.

કર્કઃ

કર્ક રાશિના જાતક પણ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર માતાજીની વિશેષ કૃપા મેળવી શકે છે. આર્થિક સ્થિતિમાં ઘણી મજબૂતી આવશે. તમે પહેલાના મુકાબલે ખુદને સારી સ્થિતિમાં જોશો. આ રાસિના જે જાતકો વેપાર સાથે જોડાયેલા છે તેમને પણ સકારાત્મક પરિણામ મળવાની આશા છે. પૈસાની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ઘણો સારો રહેશે.

સિંહઃ

ચૈત્ર નવરાત્રિ પર સિંહ રાશિના જાતકોને કોઈ ખુશખબરી મળી શકે છે. ધન પ્રાપ્તિના યોગ બનતા દેખાઈ રહ્યા છે. તમારા જૂના અટકેલા કામ પણ આ સમયમાં સફળતાપૂર્વક પૂરા થવાની આશા છે. આરોગ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે. મુસાફરી કરવાનો મોકો પણ મળી શકે છે.

કન્યાઃ

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ કન્યા રાશિ માટે પણ ખાસ રહેવાની આશા છે. માતાના આ નવ દિવસમાં કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આર્થિક રીતે આ સમય તમારા માટે ઉત્તમ રહેશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તમને સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે.

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ ચૈત્ર નવરાત્રિ શુભ રહેવાની આશા છે. પૈસા બાબતે તમારી ચિંતા ઓછી થશે. ધનની આવક ચાલુ રહેશે. તબિયતની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સુખદ રહેવાની આશા છે. જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહેશે અને તમારુ મન શાંત અને પ્રસન્ન રહેશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *