73 વર્ષની ઉંમરે જોડીયા બાળકને જન્મ આપતી મહિલા હવે પછતાઇ રહી છે જાણો શું છે તેના પાછળનું કારણ

73 વર્ષની ઉંમરે જોડીયા બાળકને જન્મ આપતી મહિલા હવે પછતાઇ રહી છે જાણો શું છે તેના પાછળનું કારણ

આંધ્ર પ્રદેશના યેરામતી 2019 માં સૌથી વધુ ઉંમરે માતા બન્યા. ગયા વર્ષે તેમના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. યેરમાતી મંગાયામા 2019માં તોતેર વર્ષની ઉંમરે ivf દ્વારા જોડકી પુત્રીઓને જન્મ આપી વિશ્વની સૌથી વધુ ઉંમરે માતા બન્યા છે.

પરંતુ હવે તે બંને દીકરીઓને એકલા હાથે ઉછેરી રહ્યા છે તેમના પતિ નું 84 વર્ષની ઉંમરે મૃત્યુ થયું .

તેમણે જણાવ્યું કે તેમના પતિ રાજા માત્ર બાર મહિના સુધી જ દીકરીઓ સાથે રહ્યા અને તેમના પિતા બનવાનું સુખ ભોગવી તે બંને લગ્ન પછી સંતાન ઈચ્છા રાખતા હતા ડોક્ટરની વાત પણ કરી હતી પરંતુ જ્યારે તે ૪૦ વર્ષના હતા ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે તે માતા નહિ બની શકે.

તેમના લગ્ન ૧૯૬૨માં થયા હતા હવે તે ૭૫ વર્ષના થઈ ગયા છે તેને જ્યારે ખબર પડી કે તે માતા નહી બની શકે ત્યારે તેમના માટે બધા દરવાજા બંધ થઇ ગયા હતા અને તેમણે બાળક દત્તક લેવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે થઇ શક્યું નહીં 2018માં તેમને જાણવા મળ્યું કે ત્રીસ વર્ષની એક મહિલા આઇવીએફ ટેકનિક દ્વારા બાળકને જન્મ આપ્યો છે.

તેમણે કહ્યું કે તેમણે તેના પહેલા તેના વિશે સાંભળ્યું ન હતું પરંતુ બધું જાણવા માગતા હતા અને તે ડોક્ટર પાસે ગયા તેમણે આ પ્રક્રિયા થોડી જટીલ હોવાનું જણાવ્યું પરંતુ હું ટ્રાય કરવા માંગતી હતી 2019માં ડોક્ટરે આ દંપતીને કન્ફર્મ કર્યું કે તે માતા બની શકે છે ત્યારે જ તેમણે લડકી પુત્રને જન્મ આપ્યો 2020 માં તેમના પતિ રાજા નું મૃત્યુ થયું ત્યારથી તે બંને છોકરીઓની એકલા હાથે ઉછેરી રહ્યા છે.

તેમને માત્ર એક જ વાતની ચિંતા થઈ રહી છે કે જ્યારે હું હાજર નહીં હોવ ત્યારે મારી દીકરીઓ નું શું થશે.

તેમની બંને પુત્રીઓના નામ રમા તુલસી અને ઉમા તુલસી છે જન્મ 2019 ની પાંચ સપ્ટેમ્બરે થયો તે જણાવે છે કે પહેલીવાર બંનેને ખોળામાં લેવાનો અનુભવ ખૂબ જ સુંદર અને યાદગાર હતો અમે થોડા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહ્યા ડોક્ટર એ ફીડિંગ કરાવવાની ના પાડી હતી તેનાથી મારા શરીરમાં તકલીફો વધી શકે તેમ હતી તેથી મેં મિલ્ક બેંક નો ઉપયોગ કર્યો આજે બંને દીકરીઓ મોટી થતી જોવું મારા માટે ખૂબ જ સુખદ વાત છે પરંતુ મને ચિંતા એ વાતની છે કે જ્યારે હું હાજર નહીં હોવ ત્યારે તેમનું શું થશે અને તેમનું ધ્યાન કોણ રાખશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *