677 વર્ષ બાદ ગુરુપુષ્ય નક્ષત્ર પર આવો સંજોગ ,ગોલ્ડ અને પ્રોપર્ટી બનશે લોકોની ……

677 વર્ષ બાદ ગુરુપુષ્ય નક્ષત્ર પર આવો સંજોગ ,ગોલ્ડ અને પ્રોપર્ટી બનશે લોકોની ……

તહેવારોનો માહોલ જામી રહ્યો છે. કોરોનાને પાછળ ધકેલીને હવે ઘરો અને બજારોમાં રોનક પરત ફરી રહી છે. નવરાત્રિ અને દશેરામાં ગ્રાહકોની વધતી ભીડથી વેપારીઓ પણ જોશમાં આવી ગયા છે. ડિજિટલ માર્કેટિંગ ટેકનૉલોજી ફર્મ InMobiના એક સર્વે મુજબ આ ફેસ્ટિવલ સીઝનમાં શોપિંગ પર એક ભારતીય સરેરાશ 21 હજાર રૂપિયા ખર્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

એવામાં દિવાળી પહેલા 28 ઓકટોબરે ખરીદી અને રોકાણનું મહામુહૂર્ત આવી રહ્યું છે. જેનું નામ છે- ગુરુપુષ્ય નક્ષત્ર. આ મેગા સ્ટોરીમાં અમે ગુરુપુષ્ય નક્ષત્ર, તેનું મહત્વ, ફેસ્ટિવ સીઝનને લઈને બજારની તૈયારીઓ અને ખરીદી બાબતની જરૂરી ટિપ્સ સહિતની વાતો જણાવી રહ્યા છીએ…

ગુરુવાર, 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ ડીએસર અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ વખતે 677 વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનો દુર્લભ યોગ બને છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માએ જણાવ્યું કે, દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓથી શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. શનિવાર જે શનિના નક્ષત્રમાં જે કામ કરવામાં આવે તે લાંબા સમય સુધી ચાલે છે.

677 વર્ષ પછી ગુરુ-શનિનો દુર્લભ યોગ

આ વર્ષે ગુરુ અને શનિ મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને આ ગ્રહ પર ચંદ્રની નજર પણ રહેશે. તેનાથી ગજકેસરી યોગ પણ બનશે. ચંદ્ર ધનનો ગ્રહ છે અને આ યોગ દરેક પ્રકારે મંગળકારી રહેશે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ પણ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.

ગુરુ પુષ્ય નક્ષત્ર દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે

આ યોગમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ લાંબા સમયે લાભ આપશે. કોઈની સલાહ લઈને જ રોકાણ કરવું. બુધ અને શનિ વચ્ચે કોઈ શત્રુતા પણ નથી. આથી ગુરુવારે આવતું પુષ્ય નક્ષત્ર શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્ર પર દાન-પુણ્ય અવશ્ય કરવું

પુષ્ય નક્ષત્ર પર ખરીદીને સાથે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોએ નવા વસ્ત્ર, અનાજ, ચંપલ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ કે ગાયની દેખભાળ માટે ધન દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. શિવજીને બેસનના લાડુનો ભોગ ચઢાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *