6 વર્ષની ધાર્મીના 11 ઓપરેશન અને બંને કિડ’ની ફે’લ, ગુજરાતની આ પરિવારની વે’દના હૃદય ચી’રી નાંખશે

Posted by

Table of Contents

તમે પણ હિતેશભાઈ ની મદદ કરો

અહી કિસ્સા મૂકવામાં આવે છે જેમાં અલગ અલગ મુદ્દાઓ પર  કાર્યક્રમ રજૂ આવે છે. અત્યાર સુધીના સફરમાં રીક્ષા ચાલકોની વેદ’ના, સાજીંદાઓનો સંઘર્ષ, ફૂટપાથ પરની જિંદગી, આધુનિક સમયમાં શોખ બનીને રહી ગયેલા અશ્વો, અબોલા પશુઓની વેદ’નાને નજીકથી જાણનાર ભાવેશ સોલંકી, ઝીરો બજેટનુ જીમ, ગુજરાતના પોલીસ જવાનોની તાલીમ અને જુસ્સાની કહાની અને તમામની ભાવના અને લાગણીને આપના સુધી પહોંચાડી છે. ત્યારે આ વખતે એક એવી લાડલી ધાર્મીની વેદ’ના જણાવવા જઇ રહ્યા છીએ. દીકરીના પિતા હિતેશભાઇ કહે છે કે, ‘મારે મદદ જોઇએ જ છે એવું નથી પરંતુ જરૂર છે એટલું આપો.’ ત્યારે આપની એક પહેલ ધાર્મીને નવુ જીવનદાન આપી શકે છે. હિતેશભાઈનો સંપર્ક નંબર 9426279776.

દિકરી વ્હાલનો દરિયો. દિકરી કોને ન વહાલી હોય. દિકરી તો ગાય અને દોરે ત્યાં જાય. જ્યારે ઘરમાં દિકરીનો જન્મ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે અમારા ઘરે તો સાક્ષાત લક્ષ્મી અવતરી છે. એમાંય પિતાના ચહેરા પર હરખ માતો નથી. બસ એવી જ રીતે હિતેશભાઈના ઘરે 6 વર્ષ પહેલા લાડલી દિકરી ધાર્મીનો જન્મ થયો હતો. હિતેશભાઈ અને એમના પરિવારમાં ખુશીઓનો પાર નહોતો. હિતેશભાઈ અને તેમના ધર્મપત્નીએ આ લાડલીના ઉછેરમાં કોઈ ઉણપ નથી રાખી. પરંતુ દોસ્તો કહેવાય છે ને કે કુદરત જ્યારે માણસના પારખા કરે ત્યારે માણસ હારી જતો હોય છે. અમારા આ વીડિયોમાં પથારી વશ આ લાડલીને જોઈ આપને સવાલ થતો હશે કે ફૂલ જેવી કોમળ આ દિકરીને થયું છે શું? છેલ્લા ત્રણ વર્ષથી 6 વર્ષની ધાર્મી દવાઓના સહારે છે. જ્યારે ડોક્ટરે કહ્યું કે ધાર્મીની બંને કિડ’ની ફે’ઈલ છે. ત્યારે હિતેશભાઈ પર જાણે આભ તૂટી પડ્યું. એક તરફ કોઈ આવક નહીં અને બીજી તરફ ધાર્મીની ચિંતા. લડવું તો લડવું પણ કઈ રીતે.

ડોક્ટરે કહ્યું- ધાર્મીની બન્ને કિડ’ની ફેઇલ થઇ ગઇ, કિડ’ની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે

શરુઆતમાં ડોક્ટરે કહ્યું કે ધાર્મીને કિ’ડનીમાં પ્રોટીનને લઈ બિમારી છે. ત્યારબાદ હિતેશભાઈને દવાખાનાના ધક્કા શરુ થયા. હિતેશભાઈ અમદાવાદ સિવીલ હોસ્પિટલ પહોંચ્યા. ધાર્મીની સારવાર પણ શરુ થઈ. પરંતુ ત્યાં સુધીમાં થોડુક મોડું થઈ ગયું હતું. હાલ ધાર્મીની બન્ને કિ’ડની ફેઈલ થઈ ગઈ. ડોક્ટરે કહ્યું બાળકીને કિડ’ની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે.

ધાર્મીના પિતાએ કહ્યું- હું કિડ’ની આપીશ પણ મારી દીકરીને કાંઇ નહીં થવા દઉં આ વાત સાંભળી હિતેશભાઈ સહેજ પણ ન અચકાયા. પોતાની જાતને સંભાળી લીધી કારણ કે આખા પરિવારને સંભાળવાની જવાબદારી હિતેશભાઈ માથે છે. દિકરીની વે’દનાને પિતાથી વધુ કોણ સમજી શકે. દોસ્તો હિતેશભાઈએ કિ’ડની આપવાની તૈયારી દર્શાવી છે. ટૂંક સમયમાં હિતેશભાઈ લાડલી દિકરી ધાર્મીને નવું જીવનદાન આપવાના છે.

હિતેશભાઈ કહે છે કે સાહેબ લોખંડના કારખાનામાં કામ કરતો હોવાથી ભારે વજન ઉઠાવવાનો હોય છે પરંતુ છે કે કિ’ડની આપ્યા પછી વજન નહીં ઉઠાવી શકાય. હું નોકરી બીજી શોધી લઈશ પરંતુ મારી દીકરીને કાંઈ નહીં થવા દઉં. હિતેશભાઈ કહે છે એને ભણાવી ગણાવીને મોટી કરીશ અને એના પગ પર ઉભી કરીશ.

પિતાએ અપાર પ્રેમ અને લાગણીનું વહેતું ઝરણું છે. મારી સાથે વાતચીત દરમિયાન હિતેશભાઈની આંખોમાં ઝળહળીયા આવી ગયા. હિતેશભાઈ કહે છે. કે સાહેબ અનેક દવાઓ કરાવી પરંતુ જોઈએ તેવુ પરિણામ ન મળ્યું.

હિતેશભાઈ કહે છે કે સાહેબ આખુ વર્ષ કોરોનાકાળમાં બેકાર ગયું. ધંધા ઉદ્યોગ પડી ભાગ્યા. આવકનું કોઈ સાધન નથી. કોઈ વાર મિત્રો પાસે તો કોઈ વાર સગાવહાલા પાસે હાથ લંબાવવો પડે છે.

પિતા ભાવૂક થયા તો ધાર્મી પણ રડી પડી

હિતેશભાઈએ તેમના પરિવાર સાથે સિવિલ હોસ્પિટલની બહાર માનવ સેવા મંદિરમાં આશરો લીધો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ હજુ પણ અઢીથી ત્રણ મહિના એમને અહીં જ રોકાવવું પડશે. કારણ કે લાડલીને બેઠી કરીને જ વતનમાં પરત ફરવાનું છે. તો વળી આ લાડલી પણ એટલી જ સમજદાર છે. જ્યારે ધાર્મીના પિતા સાથે હું વાતચીત કરતો હતો તો ધ્યાનથી બધી વાત ધાર્મીએ સાંભળ્યું. જ્યારે પિતા ભાવૂક થયા તો ધાર્મીની આંખોમાંથી આંસુ સરી પડ્યા.  તો હાથમાં હાથ નાખીને બેઠેલા આ બાપની વે’દના પણ અવગણી શકાય તેમ નથી.

6 વર્ષની ધાર્મીને થયા છે 11 ઓપરેશન

ધાર્મીની વે’દના જોઈ ગુજરાતના છેવાડાના ગામડે બેઠેલો કોઈ દીકરીનો બાપ ભાવૂક થાય તો નવાઈ નહીં. ન જાણે આ ફૂલ જેવા કોમળ છોડને કેટલી વે’દના થતી હશે. 6 વર્ષનું બાળક માંડ સમજણું થાય ત્યાં તો આ દિકરીને નાના મોટા 11 ઓપરેશન થઈ ચૂક્યા છે. એમાંય 10 ઓપરેશન છેલ્લા 1 વર્ષમાં થયા છે. દોસ્તો કોઈએ સાચુ જ કહ્યું છે મત ઉજાડ કિસી કે આશિયાને કો અય ખુદા, બહોત વક્ત લગતા હૈ છોટા સા ઘર બનાને કો.

આપ પણ હિતેશભાઈને મદદ કરી શકો છો

હિતેશભાઈને મેં મારાથી બનતી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું. કારણ કે હિતેશભાઈ કિ’ડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ પહેલા જેવું કામ નહીં કરી શકે. દોસ્તોં નો હંમેશા એ પ્રયાસ રહે છે. આવા જરુરિયાતમંદ લોકોને વધુમાં વધુ મદદરુપ થવું. તેમજ તેમની વે’દનાને ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચાડવી. હિતેશભાઈ અને એમના પરિવારને હું નજીકથી જાણી શક્યો. પહેલીવાર એક ટીવીના માધ્યમથી દોસ્તો અમારો આ પ્રયાસ છે કે ધાર્મીને અમે બનતી મદદ કરી શકીએ. આપણી સૌની એ જવાબદારી છે આ લાડલીને નવું જીવનદાન આપવાની. જો આપ પણ મદદ કરવા ઈચ્છતા હોય તો આપ હિતેશભાઈનો સંપર્ક કરી શકો છો. આપની એક પહેલ ધાર્મીને નવુ જીવનદાન આપી શકે છે. હિતેશભાઈનો સંપર્ક નંબર 9426279776

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *