પાંચ ઝાડ ઘરમાં લગાવવાથી ધનની વર્ષા થશે || કુબેરનો ખજાનો આ વૃક્ષમાં રહેલો છે

Posted by

સૌ કોઈ જાણે છે કે પ્રકૃતિએ આપણને કેટલું આપ્યું છે અને બધી ચીજો આપણા માટે જરૂરી છે. આ જ ક્રમમાં પ્રકૃતિએ આપેલી વસ્તુઓમાં છોડનું સ્થાન સૌથી આગળ છે. વર્તમાન સમયમાં લોકો જાણે છે કે છોડ આપણા દૈનિક જીવનમાં કેટલા અગત્યના છે. જો કે, મનુષ્ય છોડના ઘણા ગુણથી અજાણ પણ છે. સામાન્ય રીતે છોડ અને વૃક્ષના પાનનો ઉપયોગ પૂજા-અર્ચનામાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ દૂર કરવામાં પણ ઉપયોગી છે. અહીં કેટલાક એવા છોડ અને વૃક્ષ વિશે જણાવીશું કે, જેમને ઉગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને વાસ્તુદોષ પણ દૂર થશે.

આસોપાલવવાસ્તુ અનુસાર, આસોપાલવને ઘરની પાસે લગાવવાથી આસપાસમાં ઉગાડેલા અન્ય વૃક્ષોનો અશુભ દોષ દૂર થાય છે.અશ્વગંધાઅશ્વગંધાનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સીમામાં આ છોડ ઉગાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.નારિયેળજે ઘરની સીમામાં નારિયેળીનું ઝાડ હોય તે શુભદાયી પ્રાપ્ત થાય છે. આ વૃક્ષ ઘરના ગાર્ડનમાં હોય તો ઘર પરિવારના સભ્યોના માન-સન્માન અને ઉન્નતિમાં વૃદ્ધિ થાય છે.

દાડમદાડમનો છોડ ઘરમાં લગાવવો શુભ હોય છે પરંતુ યાદ રાખો કે અગ્નિ અથવા નૈઋત્ય કોણમાં ન લગાવવું. કેટલાક સ્થાનોએ દાડમનું ઝાડ હોય તો અશુભ પરિણામ આપે છે. જો કે આ નિયમ માત્ર બિનફળદ્રુપ પ્રકારના દાડમ પર લાગુ પડે છે.વડવાસ્તુની દ્રષ્ટિએ વડ મહત્વનું ઝાડ છે. કોઈપણ ઓફિસ કે ઘરની પૂર્વ દિશામાં વડનું ઝાડ હોય તો અત્યંત શુભ માનવામાં આવે છે. આ સાથે ઓફિસ બિલ્ડિંગની પશ્ચિમ દિશામાં આ વૃક્ષ હોવું અશુભ ગણાય છે.
જાંબુવાસ્તુ મુજબ જાંબુનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં ઉગાડવું જોઈએ. માનવામાં આવે છે કે, અન્ય દિશામાં ઉગાડેલું જાંબુનું ઝાડ મિશ્રફળદાયી છે. જો કે ઘરની ઉત્તર દિશામાં જાંબુનું ઝાડ હોવું શુભ નથી. જો આ દિશામાં જાંબુનું ઝાડ હોય તો તેને કાપવાને બદલે પાસે દાડમ કે આંબળાનું વૃક્ષ વાવી દેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *