આ પાંચ મોબાઈલ એપની મદદથી તમે ઘરે બેઠાં અથવા ભણતાં ભણતાં પણ રૂપિયા કમાઈ શકો છો

Posted by

આપણે રોજ કાંઈને કાંઈ બિઝનેસ કરીને પૈસા કમાવાની અનેક રીતો જોતાં હોઈએ છીએ. કોઈ પણ બિઝનેસ કરો, બધાં બિઝનેસમાં મોટી મૂડી જોઈતી હોય છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઇડીયા લઈને આવ્યાં છીએ જેમાં તમારે કોઈ જ પ્રકારની મૂડી રોકવાની જરૂર નથી. તમે પોતાના રોજના ધંધા-રોજગાર અને નોકરીની સાથે પણ પાર્ટ ટાઇમ આ કામ કરીને મોટી રકમ કમાઈ શકો છો. આજે અમે તમને એવી પાંચ શાનદાર એપ વિશે માહિતી આપવાના છીએ જેમાં તમે તમારા રોજિંદા કામની સાથે જ પાર્ટ ટાઈમ કામ કરીને સારી એવી કમાણી કરી શકો છો. જાણો આવી મજેદાર એપ્સ વિશે વિગતે.

પાર્ટ ટાઇમ રૂપિયા કમાવવાની તક આપતી અદ્‍ભુત એપ્લિકેશન

NOTESGEN

આ એપ મોટાભાગે કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. આ એપની મદદથી કોઈપણ વિદ્યાર્થી કોલેજમાં ભણતાં ભણતાં સરળતાથી તેમની કોલેજની ફી અથવા તેમના રોજીંદા ખર્ચાઓ ઉપાડી શકે છે. આ એપ્લિકેશનમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમના લેક્ચરનાં નોટ્સ અથવા હેન્ડ રિટર્ન અથવા તેમના અભ્યાસને લગતાં ફોટા અથવા પીડીએફ મૂકી શકે છે. હવે જેને આ નોટ્સ અથવા અભ્યાસ સામગ્રીની જરૂર હોય તે તમારી પાસેથી ખરીદી શકે છે. કઈ ભણવાની સામગ્રીની કેટલી કિંમત નક્કી કરવી તે તમારા પર છે. આનાથી તમે તમારા અભ્યાસની સાથે પૈસા પણ કમાઈ શકો છો અને તમે તમારા રોજીંદા ખર્ચાઓ પણ સરળતાથી ઉપાડી શકો છો. તમે જે પણ રૂપિયા કમાશો તે આ એપના વોલેટમાં જમાં થશે, જેને તમે ખૂબ જ સરળતાથી તમારા બેંક ખાતા અથવા પેટીએમમાં લઈ શકો છો. આ એપ વેબ, આઇઓએસ અને એન્ડ્રોઇડમાં સપોર્ટ કરે છે.

GIGINDIA

આ એપમાં તમને ઘણી બધી પાર્ટ ટાઈમ નોકરીઓ મળશે. જેમાંથી તમે ઈચ્છો તેટલી કમાણી કરી શકો છો. તેઓ તમને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપે છે, જેથી તમે તમારું કામ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકો છો. આ એપ પર તમે તમારી પસંદ અનુસાર ડેટા એન્ટ્રી, કન્ટેન્ટ રાઇટિંગ, વેબ ડિઝાઇનિંગ, ટાઇપિંગ જેવા ઘણાં કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ એપ પર તમે જ્યારે ઇચ્છો ત્યારે 10000 થી વધુ નોકરીઓ ઉપલબ્ધ હોય છે. આ રીતે તમે તમારું કામ આરામથી કરી શકશો. આ એપ તમને વધારાની આવક માટેની તક આપે છે. તમે જે પણ રૂપિયા કમાશો તે આ એપના વોલેટમાં જમાં થશે, જેને તમે ખૂબ જ સરળતાથી તમારા બેંક ખાતા અથવા પેટીએમમાં લઈ શકો છો. આ એપ માત્ર એન્ડ્રોઇડને સપોર્ટ કરે છે.

SQUADRUN

આ એપ એ સાઇડ ઇન્કમનો મોટો સ્રોત છે. આ એપમાં તમને ઓલા, સ્નેપડીલ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવી મોટી બિઝનેસ કંપનીઓના બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાનું કામ મળશે. તમે જેટલાં વધુ ટાસ્ક પૂર્ણ કરશો એટલા જ વધુ જ સિક્કા તમને મળે છે. જેને તમે સરળતાથી રૂપિયામાં કન્વર્ટ કરી શકો છો. આ એપમાં આપવામાં આવેલા કાર્યો એટલા સરળ છે કે કોઈપણ તેને ઘરે બેસીને પૂર્ણ કરીને રૂપિયા કમાઈ શકે છે. તમે જે પણ રૂપિયા કમાશો તે આ એપના વોલેટમાં જમાં થશે, જેને તમે ખૂબ જ સરળતાથી તમારા બેંક ખાતા અથવા પેટીએમમાં લઈ શકો છો. આ એપ વેબ, આઇઓએસ અને એન્ડ્રોઇડમાં સપોર્ટ કરે છે.

LEMONOP

આ એપ તમને પાર્ટ ટાઈમ જોબ કરવાની સારી એવી તક આપે છે. વિદ્યાર્થીઓ પણ આ એપમાં પાર્ટ ટાઇમ કામ કરીને રૂપિયા કમાઈ શકે છે. આ એપમાં શોર્ટ ટાઈમ ગીગ, ઈન્ટર્નશીપ, વર્ક ફ્રોમ હોમ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેની મદદથી તમે તમારું કામ કરીને સરળતાથી પૈસા કમાઈ શકો છો. આમાં તમે ફૂડ, ફૅશન, ડેટા એન્ટ્રી, ટ્રાવેલ, બ્લોગિંગ, માર્કેટિંગ, કોન્ટેન્ટ રાઈટિંગ, ફોટોગ્રાફી, મ્યુઝિક, વિડિયો એડિટિંગ જેવા તમારી પસંદગીના ઘણાં કામ કરીને પૈસા કમાઈ શકો છો. તમે જે પણ રૂપિયા કમાશો તે આ એપના વોલેટમાં જમાં થશે, જેને તમે ખૂબ જ સરળતાથી તમારા બેંક ખાતા અથવા પેટીએમમાં લઈ શકો છો. આ એપ માત્ર એન્ડ્રોઇડને સપોર્ટ કરે છે.

mCent

ઉપર આપેલ તમામ એપ્સમાં આ એપ શ્રેષ્ઠ છે. કારણ કે અન્ય તમામ એપ્સમાં તમારે પૈસા કમાવવા માટે કઈંકને કઈંક કરવું પડતું હતું. પરંતુ આ એપમાં તમારે પૈસા કમાવવા માટે કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત આ એપ તમારા સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરવાની છે અને આટલું કરવાથી જ તમને પૈસા મળશે. આ એક વેબ બ્રાઉઝર છે. તમારે ફક્ત તેને તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરવાનું છે. આમાં, તમે તમારા રોજિંદા કામ કરી શકો છો, જેમ કે ફેસબુક ચલાવવું, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું, વીડિયો જોવો તથા તમને જે ગમે તે કરી શકો છો. જેમ તમે તેનો ઉપયોગ કરો છો, તે તમને રીવોર્ડ આપશે. જેને તમે રૂપિયામાં કન્વર્ટ કરી શકો છો. તમે જે પણ રૂપિયા કમાશો તે આ એપના વોલેટમાં જમાં થશે, જેને તમે ખૂબ જ સરળતાથી તમારા બેંક ખાતા અથવા પેટીએમમાં લઈ શકો છો.આ એપ વેબ, આઇઓએસ અને એન્ડ્રોઇડમાં સપોર્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *