આ 5 કારણોને લીધે લગ્ન પછી સેક્સની મજા માણવી જરૂરી છે

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેકને ક્યારેક એવો પ્રશ્ન સામે આવીને ઊભો થઈ જાય છે કે શું લગ્નજીવન માટે શારીરિક સંબંધ જરૂરી છે? અંતરંગ સંબંધોની લગ્ન જીવન પર કેવી અસર પડે છે? શું સંબંધોની સફળતા અને નિષ્ફળતા માત્ર અને માત્ર તેના પર જ નિર્ભર કરે છે? શું સંબંધો તેના વિના ખતમ થઈ જશે? જો કે શારીરિક સંબંધોને લઈને દરેકની પોતાની વિચારસરણી જુદી-જુદી હોય છે. મૂળ રૂપથી તે પ્રેમ દર્શાવવાની એક રીત છે. જો કે આવા સંબંધોથી બે વ્યક્તિ એકબીજાનો વિશ્વાસ જીતી લેતા હોય છે.
આપણાં સમાજમાં લગ્ન પછી જ શારીરિક સંબંધોને કાયદેસર માનવામાં આવે છે, પરંતુ લિવ-ઇન રિલેશનશિપે આ વિચારને ઘણા અંશે પ્રભાવિત કર્યુ છે, પરંતુ એવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે કોઈ સંબંધની સફળતા માટે શારીરિક સંબંધ કેટલું મહત્વ ધરાવે છે. તો આજે અમે તમને જણાવીશું આખરે શા માટે લગ્ન પછી શારીરિક સંબંધ જરૂરી છે…
પ્રેમ દર્શાવવાનું માધ્યમ
કોઈ પણ સંબંધ માટે શારીરિક સંબંધ અથવા પછી અંતરંગ સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ પ્રેમ દર્શાવવાની ખૂબ જ કારગર રીત છે. હંમેશા એવુ જોયા મળ્યુ છે કે જે સંબંધોમાં સેક્સનો અભાવ હોય છે તેમાં ખૂબ જલ્દી તિરાડ પડી જાય છે અથવા પછી કપલ્સની વચ્ચે નાના-મોટા વિવાદ થઈ જાય છે.
રસ દર્શાવવાની રીત
સેક્સુઅલ લાઇફ દ્વારા એ પણ જાણ થાય છે કે, પાર્ટનર્સની વચ્ચે કેવી સમજણ છે. તેઓ એકબીજામાં કેટલો રસ રાખે છે અને એકબીજા માટે શું વિચારે છે. કોઈ પણ કપલની સેક્સ લાઇફ તેમના વચ્ચેના વિશ્વાસનું પ્રતીક હોય છે.
તણાવ દૂર કરવા અને ઝઘડાને ઉકેલવામાં
એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે, સેક્સ લાઇફમાં તણાવ ઓછો કરે છે. અને નાના-મોટા ઝઘડાને ઉકેલવામાં પણ મદદગાર બને છે.
અસરુક્ષાની ભાવના ઓછી કરવા માટે
સેક્સુઅલ લાઇફથી પાર્ટનર્સની વચ્ચે વિશ્વાસ વધે છે અને તેમનામાં એકબીજા પ્રત્યે જો કોઈ અસુરક્ષાની ભાવના છે તો તે પણ દૂર થઈ જાય છે.
સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ
હેલ્ધી લાઇફ માટે સેક્સ ખૂબ કારગર હોય છે. સેક્સ પછી જે હોર્મોન બને છે તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ દરમિયાન એક મિનિટમાં અંદાજિત 5 કેલેરી બર્ન થાય છે, જેનાથી આ ઘણા અંશે એક્સરસાઇઝ કરવા જેવા ફાયદા આપે છે.