જાણો પાંચ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે, જે તમને રેગ્યુલર આવકની સાથે સારું રીટર્ન પણ આપે છે

Posted by

તમે રોજ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે સાંભળતાં જ હશો. આજે અમે તમને એક નહિ, પણ એવા પાંચ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે જણાવીશું, જે તમને ઓછામાં ઓછાં રિસ્ક સાથે સારામાં સારું રીટર્ન પણ આપશે અને સાથે સાથે સમયે સમયે રેગ્યુલર ઇન્કમ પણ મળશે. જો તમે પણ તમારા રૂપિયાને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોવ તો આ લેખ તમારા માટે જ છે. જાણો આ પાંચ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે.

સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન(SWP)

આપણામાંથી કેટલાક લોકો વર્ષોના વર્ષ સુધી વધારે રીટર્ન મેળવવા માટે મોટી રકમ કોઈ એક જ પ્રકારે ઇન્વેસ્ટ કરતાં હોય છે. કેટલાંક લોકો SIP માં ઘણાં વર્ષો સુધી રોકાણ કરીને મોટું રીટર્ન મેળવતાં હોય છે. આવું જ એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન(SWP). ઘણાં મ્યુચ્યુઅલ ફંડ આ પ્રકારની સ્કીમ આપતાં હોય છે. આ પ્રકારની સ્કીમમાં મોટી રકમ ઇન્વેસ્ટ કરીને સમયે સમયે રીટર્ન મેળવીને રેગ્યુલર આવક ઊભી કરતા હોય છે. ઘણાં મ્યુચ્યુઅલ ફંડ જેવા કે, SBI Mutual Fund, Kenara Bank Mutual Fund, TATA Mutual Fund, ICICI Mutual Fund વગેરે સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન(SWP)માં ૧૦% થી ૧૨% સુધીનું રીટર્ન આપતા હોય છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને રેગ્યુલર ઇન્કમ કમાવા માંગો છો તો આ તમારા માટે સારો ઓપ્શન છે.

પોસ્ટ ઓફિસ મન્થલિ ઇન્કમ સ્કીમ(POMIS)

પોસ્ટ ઓફિસ મન્થલિ ઇન્કમ સ્કીમ(POMIS) એ જીરો રિસ્ક અને સારું એવું રીટર્ન આપતી સ્કીમ છે. આ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે તેથી આમાં કોઈપણ પ્રકારનું રિસ્ક નથી. આ સ્કીમમાં તમને તમારા દ્વારા રોકેલી રકમ પર ૬.૬% જેટલું વ્યાજ મળે છે. આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટમાં ૪.૫ લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં ૯ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમ પાંચ વર્ષની મુદત માટે હોય છે. પાંચ વર્ષની મુદત પૂરી થતાં જ તમે ફરીથી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. તમારા આ રોકાણ પર તમને દર મહીને વ્યાજની રકમ તમારા ખાતામાં જમા થાય છે. આ રીતે પણ તમારા ઇન્વેસ્ટમેન્ટથી દર મહીને ફિક્સ આવક ઊભી કરી શકો છો.

સરકારી બોન્ડ(Government Bonds)

સરકારી બોન્ડ એ ઇન્વેસ્ટ કરવા માટે ખૂબ સારો ઉપાય છે. સરકારને જ્યારે પણ કોઈ યોજના કે પ્રોજેક્ટના અમલીકરણ માટે ફંડની જરૂર હોય ત્યારે તે સરકારી બોન્ડ બહાર પાડીને મૂડી ઊભી કરે છે. જે લોકો આ બોન્ડમાં ઇન્વેસ્ટ કરે છે, તેમને સરકાર સમયે સમયે તેમની રોકેલી રકમ પર નિશ્ચિત દરે વ્યાજ આપે છે. જ્યારે સરકારનો આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય ત્યારે સરકાર દરેક રોકાણકારને એમની રકમ પાછી આપી દે છે. આ રીતે તમે સરકારી બોન્ડ દ્વારા દર મહીને કમાણી કરી શકો છો.

વાર્ષિકી પ્લાન(Annuity Plan)

ઘણી બેંકો અને વીમા કંપનીઓ આ પ્રકારના પ્લાન ઓફર કરતી હોય છે. જે પોતાની લોકો પાછલી જિંદગી આરામથી જીવવા માંગતા હોય તેમના માટે આ પ્લાન ખૂબ લોકપ્રિય છે. આ પ્લાનમાં તમારે એક લમસમ રકમ જમા કરવામાં આવે છે અને નિયત સમયગાળા પછી તમને તે રકમ વ્યાજ સાથે દર મહીને મળતી રહે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના(PMVVY)

આ યોજના સિનિયર સિટિઝન લોકો માટે લાવવામાં આવી છે. આ યોજના પ્રમાણે તમારે કેટલીક રકમ જમા કરવી પડે છે અને ૬૦ વર્ષની ઉંમર પછી તમને આ રકમ એક નિશ્ચિત દરે મળતી રહે છે. આ યોજના LIC દ્વારા ચલાવવામાં આવે છે. તમને આ રકમ પર ૮% જેટલો વાર્ષિક વ્યાજદર મળે છે. તમે જેટલા વધુ સમયગાળા માટે જેટલી વધુ રકમ રોકો છો, ૬૦ વર્ષની ઉંમર પછી તમને એટલી વધુ માસિક આવક ૮%ના રીટર્ન સાથે મળતી હોય છે.આ બધાં એવા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જેમાં તમારી મૂડી પણ સુરક્ષિત રહે છે અને તમને દર મહીને આવક પણ થતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *