ચાર દેવતાઓની પૂજા ક્યારેય ન કરવી જોઈએ નહીંતર ઘરમાં બરબાદી આવે છે ||

Posted by

હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે એક અલગ અલગ સ્થાન બનાવવામાં આવેલ છે. લોકો પણ તે સ્થાન મુજબ જ પોતાના ઘરમાં દેવી દેવતાઓનું સ્થાપન કરે છે. બધા લોકોના ઘરમાં મંદિર તો હોય જ છે અને તેમાં દેવી દેવતાઓની છબી તેમજ મૂર્તિઓ સ્થાપિત પણ કરેલી હોય છે. તો આજે અમે તેના વિષય પર એક ખાસ વાત જણાવવા જઇ રહ્યા છીએ. કે ચાર એવા દેવી અને દેવતા છે જેને પૂજા ઘરમાં ક્યારેય રાખવા ન જોઈએ. જો રાખવામાં આવે અને પૂજા કરવામમાં આવે તો અનર્થ થઇ જાય છે.

મિત્રો સર્વ પ્રથમ આવે છે ભૈરવ દેવ. ભૈરવ દેવ શિવજીનો જ એક ખાસ અવતાર છે. પરંતુ મિત્રો ભગવાન ભૈરવ દેવની મૂર્તિને ક્યારેય આપણા ઘરના પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તેવું એટલા માટે કારણ કે ભૈરવદેવને તંત્ર વિદ્યાના દેવ માનવામાં આવે છે. પરંતુ ક્યારેય ભૂલથી પણ ઘરની અંદર નહિ પરંતુ બહાર કોઈ અન્ય મંદિરમાં હોય ત્યાં પૂજા કરવી જોઈએ અને જો ભુલથી પણ ઘરની અંદર પૂજા કરવામાં આવે તો તે ઘરમાં અજુગતી ઘટનાઓ બને છે અને અશાંતિ ફેલાઈ છે.

ત્રીજી મૂર્તિ છે રાહુ અને કેતુની. ઘરમાં આ મૂર્તિઓ રાખવી તે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ કેતુને પાપી ગ્રહ માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે જો તેમની પૂજા કરીએ તો તે પ્રસન્ન થાય તો તેમનો દુષ્પ્રભાવ તેમજ કષ્ટો દુર થાય છે. પરંતુ મિત્રો ભૂલથી પણ તેની પૂજા ક્યારેય ઘરમાં ન કરવી જોઈએ. તેની પૂજા બહાર જ કરવી જોઈએ. કારણ કે જો ઘરમાં આવે તો ઘરમાં રાક્ષસી ગુણ આવે છે. ઘરમાં અજબ ગજબની ઘટનાઓ બને છે તેમજ આપણા કાર્યો બનતા અટકી જાય છે.

હવે વાત કરીએ ચોથી મૂર્તિની. મિત્રો આપણે ઘરમાં ઘણા એવા દેવી દેવતાઓની મૂર્તિ રાખતા હોઈએ છીએ જેની સવારી સિંહ હોય છે. મતલબ કે જે દેવી દેવતાઓ સિંહની સવારી કરે છે. તો મિત્રો આવી મૂર્તિઓ ઘરમાં રાખવી સારી વાત છે. પરંતુ તે સિંહનું મો ખૂલ્લું હોય તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. મિત્રો સિંહ સવારી વાળી મૂર્તિ લાવવી જોઈએ પરંતુ તેના રૌદ્ર ભાવ વાળી મૂર્તિ ક્યારેય ઘરમાં ન લાવવી જોઈએ.

તો મિત્રો આટલી મૂર્તિઓ ઘર કે મંદિરમાં ન રાખવી. કારણ કે આ મૂર્તિઓ ઘરમાં અશાંતિ લાવે છે અને નુકસાન પણ થાય છે. કારણ કે આપણે મનુષ્ય છીએ અને દેવતાઓના ક્રોધને આપણે સહન ન કરી શકીએ. તેના કારણે આપણા પર આપત્તિઓ પણ આવી શકે છે. માટે આ મૂર્તિઓ ઘરમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *