મેષ રાશિ
ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો. ઘર અને વેપાર બંને જગ્યાએ સારો તાલમેલ જળવાયેલો રહેશે. નજીકની યાત્રા પણ કરી શકો છો, જે લાભદાયી રહેશે. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ થોડો સમય પસાર કરવાથી સંબંધો મજબૂત બની શકે છે. માત્ર આ સમયે તમારી બે ખામીઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, જેવી કે ગુસ્સો અને જિદ્દી સ્વભાવ. આ સમયે આવકમાં ઘટાડો અને ખર્ચ વધારે રહેવાના કારણે ક્યારેક મનમાં થોડી પરેશાની રહી શકે છે. વર્તમાન વાતાવરણના કારણે તણાવ લેવો સારો નથી. વર્તમાન પરિસ્થિતિના કારણે મંદીની અસર તમારા વેપાર ઉપર પણ પડી શકે છે. હિંમત બનાવી રાખવી તેમજ જલ્દી પરિસ્થિતિઓ તમને અનુકૂળ બની જશે તમારી કાર્યપ્રણાલીમાં થોડો બદલાવ કરવાની જરૂર છે નોકરી કરતા લોકો માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. ઘરમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. પ્રેમ પ્રસંગોમાં મધુરતા વધશે
વૃષભ રાશિ
જે લક્ષ્યને મેળવવા માટે તમે પ્રયત્નો કરી રહ્યા હતાં, આજે તેના પ્રમાણે પરિણામ મળી શકે છે. મનોબળ તથા આત્મવિશ્વાસ પણ ભરપૂર રહી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સારા સંપર્ક સ્થાપિત થઈ શકે છે. આર્થિક ગતિવિધિઓ ધીમી પડવાના કારણે ચિંતા રહી શકે છે. પરંતુ આ તાત્કાલિક છે એટલે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. સ્વભાવમાં નકારાત્મકતા લાવવાની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિના કારણે અત્યાર સુધી જે વ્યવસાયિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો હતો, તેમાં હવે સુધારો આવશે. સહયોગીઓ અને કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું. તમને કોઈ સારું સમાધાન મળી શકે છે. પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની યાદો તાજી થશે.
મિથુન રાશિ
ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. વડીલ વ્યક્તિઓનો સાથ અને સહયોગ તમારી છાપને વધારે સારી બનાવશે. કોઈ માંગલિક સમારોહમાં હાજર થવાનું આમંત્રણ મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત સુખમય રહી શકે છે. ઘરમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને ઉકેલવામાં ગુસ્સાની જગ્યાએ સમજદારીથી કામ લેવું. બાળકો ઉપર વધારે અંકુશ ન રાખવું તથા સહયોગાત્મક વ્યવહાર રાખવો. ધ્યાન રાખવું કે ઘરના વડીલોનું સન્માન જાળવાઈ રહે. વેપારને લગતી ગતિવિધિઓમાં પાર્ટીઓ સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે. અનુભવી અને વડીલોની સલાહ લેવાથી કામના ક્ષેત્રે પ્રગતિ મળશે. કોઈ જગ્યાએ સાઈન કરતા પહેલા કાગડીયાને સારી રીતે ચકાસી લેવા જરૂરી છે. લગ્નસંબંધ મધુર બની રહેશે. પ્રેમ સંબંધોને પરિવારને સ્વીકૃતિ મળવાથી રાહત મળશે.
કર્ક રાશિ
આજે ગ્રહનું પરિભ્રમણ તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તેનું ભરપૂર સન્માન કરવું. આર્થિક ગતિવિધિઓને લગતી થોડી લાભકારી યોજના બનશે અને તે તરત શરૂ પણ થઈ જશે. યુવાંનો પોતાના કરિયરને લઇને સજાગ રહી શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે, એટલે વ્યસ્તતા વાળો દિવસ પસાર થશે. વિદ્યાર્થીઓ પોતાના કરિયરને લગતી કોઈ પરેશાનીના કારણે માર્ગદર્શનની જરૂરિયાત છે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. પરંતુ કોઈપણ નવા કામની શરૂઆત કરવા માટે આ સમય અનુકૂળ નથી. આ સમયે તમારી કાર્યપ્રણાલીને કોઈ સામે જાહેર ન કરવી, નહિતર તમારી મહેનતનું ફળ બીજા કોઈ લઈ જઈ શકે છે. ઘર અને વેપારની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે.
સિંહ રાશિ
ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદી માં સારો દિવસ પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા માટે લાભદાયક સંપર્કસૂત્ર પણ વધશે. વિદ્યાર્થીઓને તેના અભ્યાસ સાથે જોડાયેલ કોઇ મહત્વની ઉપલબ્ધિ મળશે. તમારા સ્વભાવમાં અહંકારની ભાવના આવવા દેશો નહીં, તેના કારણે તમારા બનતા કામમા અડચણો આવી શકે છે. ભાઈઓ સાથે પણ સંબંધ સારા જાળવી રાખવા. ખર્ચ કરતા સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું. વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી. તમારા ખાસ સંપર્ક સૂત્રો તરફથી કોઈ કોન્ટ્રાક્ટ મળી શકે છે. ઓફીસનું વાતાવરણ સકારાત્મક બની રહેશે. પતિ-પત્ની વચ્ચે કોઈ સામાન્ય વાતને લઇને વિવાદ થઈ શકે છે. ધ્યાન રાખવું કે ઘરની વાતો બહાર ના નીકળે.
કન્યા રાશિ
તમે થોડા સમયથી જે લક્ષ્ય નક્કી કર્યું છે, આજે તેના ઉપર કામ કરવાનો ઉત્તમ સમય છે. બાળકોને કોઈ સફળતા મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક આયોજનને લગતો પ્રોગ્રામ પણ બની શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે વ્યક્તિગત બાબતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા અભિમાન અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. આર્થિક રોકાણની બાબતે ખૂબ જ વિચાર કરીને નિર્ણય લેવો. મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું, કોઈ ખાસ ફાયદાકારક સૂચના મળી શકે છે. પરંતુ અત્યારે તમારી કાર્યપ્રણાલીમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન લાવવાના પ્રયત્ન ન કરવા, કારણ કે તેનાથી કોઇ ફાયદો નહીં મળે. પતિ-પત્નીના સબંધોમાં મધુરતા રહી શકે છે પરંતુ પ્રેમ સંબંધોમાં મર્યાદાને ધ્યાન રાખવું જરૂરી છે.
તુલા રાશિ
આ સમયે લાભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે. નાણાકીય સંબંધી યોજનાઓ ઉપર ધ્યાન આપવું. નજીકના સંબંધીઓ સાથે પારિવારિક મેલમિલાપ થશે. ઘણાં સમય પછી બધાને મળવાથી તણાવમુક્ત અને આનંદિત અનુભવ કરશો. ખોટું હરવા-ફરવા અને મોજમસ્તીમાં તમારો સમય બરબાદ ન કરવો. લાભદાયક ગ્રહ સ્થિતિનો ભરપૂર સદુપયોગ કરવો સરો રહેશે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. તેની સારસંભાળ રાખવાની જરૂર છે. આજે કોઈપણ નવી યોજના ઉપર કામ શરૂ ન કરવું. કારણકે અત્યારે વધારે સફળતા મળવાની સંભાવના નથી. વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું. કર્મચારીઓ સાથે તમારે વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી પરેશાની ઓછી થશે. ઘરની બાબતમાં વધારે દખલ ન કરવી. તેનાથી ઉચિત વ્યવસ્થા બની રહેશે. પ્રેમ સંબંધોમાં દુરી બનાવી રાખવી.
વૃશ્ચિક રાશિ
જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે, તો આજે ગતિવિધિઓ શરૂ કરી શકો છો. થોડો સમય ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરવો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. બાળકોએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવું. સાસરા પક્ષ સાથે સંબંધોને વધારે સારા બનાવવા. તેનાથી સંબંધો વધારે મજબૂત બની શકે છે. આ સમયે કોઈને પૈસા ઉધાર આપશો નહીં. કેમ કે તેના પાછા આવવાની કોઈ શક્યતા નથી. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની લેવડદેવડ કરતા સમયે ધ્યાન રાખવું જરૂરી છે, કોઈપણ કાયદા વિરુદ્ધના કામમાં રસ ન લેવો કારણ કે પૂછપરછ થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધો મધુર અને મર્યાદિત બની રહેશે.
ધન રાશિ
અચાનક જ કોઈ અટવાયેલું પેમેન્ટ આવવાથી કે કોઈ ખાસ કામ પૂર્ણ થઈ જવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. દિલની જગ્યાએ મગજથી કામ કરવું. કોઈ નજીકના સંબંધી સાથે સંબંધોમાં ફરી મધુરતા આવી શકે છે. કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં કોઈ વડીલ વ્યક્તિની સલાહ લેવી. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાનું સકારાત્મક પરિણામ મળી શકશે નહીં, માટે વધારે સારું રહેશે કે અત્યારે યાત્રાને સ્થગિત રાખવી. વેપારમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે. તેને પૂરા કરવા માટે લોન લેવા જેવી સ્થિતિ બની શકે છે. મિલકત સાથે જોડાયેલા વ્યવસાયમાં સકારાત્મક પરિણામ સામે આવશે. ઓફિસમાં સહયોગીઓ સાથે સંબંધો મધુર રાખવા. પારિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક ચિંતાને લીધે મુશ્કેલીઓ આવવા દેવી નહીં, તેની અસર તમારા ઘરની સુખ-શાંતિ ઉપર પડી શકે છે.
મકર રાશિ
આજે ગ્રહોનું પરિભ્રમણ તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારે બળવાન કરી રહ્યું છે. તમારા સંપર્ક સૂત્રને વધારે સુદ્રઢ કરવા અને તેનાથી તમને સારા લાભ મળવાના છે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી આત્મિક અને માનસિક શાંતિ મળશે. ક્યારેક ક્યારેક વધારે પડતા આત્મવિશ્વાસને લીધે નુકસાનદાયક પરિસ્થિતિ બની શકે છે. સમય મુજબ તમારા સ્વભાવમાં બદલાવ લાવવો જરૂરી છે. બિનજરૂરી ખર્ચા ન કરવા અને તમારા બજેટને ધ્યાનમાં રાખવું. વ્યવસાયિક કાર્યપ્રણાલીની ગતિવિધિઓને કોઈ સાથે શેઅર ન કરવી. કામના સ્થળે કોઈ કર્મચારી દ્વારા નુકસાન થવાની આશંકા છે. આ સમયે માર્કેટિંગ સાથે જોડાયેલા કામને સ્થગિત રાખીને કાર્યક્ષેત્રમાં તમારી હાજરી રાખવી. પરિવારના લોકો સાથે મનોરંજન અને મોજ-મસ્તીમાં સમય પસાર કરવો, તેનાથી સંબંધોમાં પ્રગાઢતા આવશે.
કુંભ રાશિ
આજે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવું. એટલે કે તમારા વિશે વિચારો અને તમારા માટે જ કામ કરો. કોઈપણ કાર્યને કરતા પહેલાં તેના દરેક સ્તર વિશે ચર્ચા-વિચારણાં કરવી. થોડી સાવધાની જાળવી રાખવાથી અનેક વસ્તુઓ વ્યવસ્થિત થઈ જશે. યુવાનોએ મોજમસ્તીમાં વધારે ધ્યાન આપવું નહીં. તેના કારણે તેમના કરિયરમાં અડચણો આવી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને મનભેદ થઈ શકે છે. જેની નકારાત્મક અસર પારિવારિક સુખ-શાંતિ ઉપર પણ પડશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે. મશીનરી, કારખાના જેવા વ્યવસાયમાં લાભ દાયક કરાર મળી શકે છે. પરંતુ મિલકતના કામમાં અત્યારે લાભની આશા ન રાખવી. કામ વધારે રહેવાના કારણે પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. તેને કારણે પરિવારના લોકોની નારાજગી સહન કરવી પડશે.
મીન રાશિ
આજે ફોન કોલ દ્વારા કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. જો જમીનને લગતો કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરી લેવો. તમને ચોક્કસ સફળતા મળી શકે છે. બીજા લોકોની વાત ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ તમારી અંતરાત્માના નિર્ણયને પ્રાથમિકતા આપો. તમારા ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર રહેશે, કેમ કે તેના દ્વારા તમારી કોઈ ખાસ પરેશાનીનું સમાધાન થઈ શકે છે. આજે વ્યવસાયિક કાર્યોમાં થોડી મંદી રહી શકે છે. એટલા માટે કોઈ પણ કામ સાથે જોડાયેલી યોજના બનાવવા માટે આ સમય અનુકૂળ છે. નોકરી કરતા લોકોએ ધ્યાન રાખવું કે ફાઈલને લાગતું કામ કરતા સમયે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય. પારિવારિક વાતાવરણ શાંતિ વાળું રહી શકે છે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.