આઈટીઆર રિટર્ન દાખલ કરવુ
સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે આવક વેરા રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદાને 31 ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી હતી કેન્દ્ર સરકારે નવા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર આવી રહેલી પરેશાની અને કોરોના વાયરસને કારણે ડેડલાઈનને આગળ વધારી હતી. હવે કરદાતાઓએ 31 ડિસેમ્બર સુધી પોતાનું આઈટીઆર ફાઈલ કરવુ પડશે. જેના કારણે તેઓ દંડથી બચી શકે.
પેન્શન માટે લાઈફ સર્ટીફિકેટ જમા કરવુ
જો તમે પણ પેન્શન ધારકોની શ્રેણીમાં આવો છો તો તમારે 31 ડિસેમ્બર સુધી પોતાનુ લાઈફ સર્ટીફિકેટ જમા કરવાનુ છે. પેન્શન ધારકો 31 ડિસેમ્બર સુધી સર્ટીફીકેટ જમા કરાવી દે. નહીંતર તેમને પેન્શન મળવાનુ બંધ થઇ જશે. વર્ષમાં એક વખત પેન્શન ધારકોને પોતાના જીવતા હોવાનું પ્રમાણ એટલેકે લાઈફ સર્ટીફીકેટ 30 નવેમ્બર પહેલાં જમા કરાવવાનુ હોય છે. પરંતુ આ વખતે આ ડેડલાઈન 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. લાઈફ સર્ટીફિકેટ જમા કરાવવાથી ખબર પડશે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવતો છે કે નહીં.
આધારને યુએએન સાથે લિન્ક કરવુ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) સભ્યોએ યુએએન નંબરને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનુ છે. યુએએનને આધાર સાથે લિન્ક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. ઈપીએફઓ રોકાણકારોએ આધાર લિન્ક કરાવવુ જરૂરી થયુ છે. જો તમે આવુ નથી કરતા તો આગામી દિવસોમાં મુશ્કેલી પડી શકે છે અને પીએફ ખાતુ બંધ પણ થઇ શકે છે.
ડીમેટ-ટ્રેડીંગ એકાઉન્ટની કેવાઈસી
સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ડીમેટ અને ટ્રેડિંગ ખાતાની કેવાઈસી કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021થી વધારીને 31 ડિસેમ્બર 2021 કરી હતી. એક ડીમેટ અને ટ્રેડીંગ એકાઉન્ટમાં કેવાઈસી હેઠળ નામ, સરનામું, પાન કાર્ડ નંબર, ચાલુ મોબાઈલ નંબર, આવક, ઉંમર, સાચી ઈ-મેલ આઈડી જેવી માહિતીઓ અપડેટ કરવાની હોય છે.
આગામી 1 જાન્યુઆરીથી બેન્કના ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે. ઘણી બેંકોએ ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ રીતે પોસ્ટ ઓફિસની અંતર્ગત આવતા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે પણ એટીએમ ટ્રાન્ઝેક્શન/બેન્કથી ઉપાડના નિયમમાં ફેરફાર કર્યો છે. એના માટે નિયમ પણ 1 જાન્યુઆરીથી લાગુ થશે. નવું વર્ષ આવ્યા પહેલા ગ્રાહકોએ આ અંગે જાણી લેવું જોઈએસૌથી પહેલા પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેન્ક અંગે જાણીએ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક મુજબ બેઝિક સેવિંગ એકાઉન્ટ પર કેસ ઉપાડના 4 ટ્રાન્ઝેક્શન સુધી ફ્રી છે. એટલે કે ગ્રાહક એક મહિનામાં પોતાના બેઝિક સેવિંગ એકાઉન્ટથી એટીએમ અથવા બેન્ક ખાતાથી 4 વખત કોઈ ચાર્જ ચૂકવ્યા વગર પૈસા ઉપાડી શકે છે. પરંતુ ત્યાર પછીના ટ્રાન્ઝેક્શનમાં વધુ ચાર્જ આપવો પડશે. જેટલા પૈસા ઉપાડી રહ્યા છે એના 050% અથવા પ્રતિ ટ્રાન્ઝેક્શન 25% સુધી આપવા પડશે.
પોસ્ટ ઓફિસ બેંકના નિયમો બદલાયા
બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં કેશ ડિપોઝીટ ફ્રી છે અને તેના પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ સિવાય અન્ય કોઈ સેવિંગ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડો છો, તો દર મહિને 25,000 રૂપિયા સુધી મફત છે. પરંતુ તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરવા પડશે. રોકડ જમા કરાવવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે મૂળભૂત બચત ખાતા સિવાય બચત અથવા ચાલુ ખાતામાં રોકડ જમા કરો છો, તો તે દર મહિને 10,000 રૂપિયા સુધી મફત છે. પરંતુ તેનાથી વધુ જમા કરાવવા પર 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે.
ICICI બેંકે ચાર્જ વધાર્યો
ખાનગી બેંકોની વાત કરીએ તો ICICI બેંકે પણ સર્વિસ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. સેવિંગ્સ એકાઉન્ટ પર તેના નવા નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. બેંકે એમ પણ કહ્યું છે કે 1 જાન્યુઆરીથી એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ પર પણ અસર થશે. ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કર્યા પછી, મહિનામાં પ્રથમ 5 વ્યવહારો મફતમાં થશે; ત્યારપછી નાણાકીય વ્યવહાર દીઠ રૂ. 21 વસૂલવામાં આવશે. 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી અલગ ચાર્જ વસૂલવામાં આવશે. નિયમોમાં ફેરફાર બાદ નાણાકીય વ્યવહાર દીઠ રૂ. 21 અને બિન-નાણાકીય વ્યવહાર દીઠ રૂ. 8.50 એટીએમ ટ્રાન્ઝેક્શન ફી તરીકે લેવામાં આવશે.
એક્સિસ બેંકે પણ લગભગ આ જ નિયમ લાગુ કર્યો છે. મફત મર્યાદા ઉપરાંત, તમારે એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે 20 રૂપિયા વત્તા ટેક્સ ચૂકવવો પડશે. સમાન બિન-નાણાકીય વ્યવહાર પર, આ ફી રૂ. 10 છે. બિન-નાણાકીય વ્યવહારો માટેના શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ જો નાણાકીય વ્યવહારો 5 મફત મર્યાદા કરતાં વધી જાય, તો 21 રૂપિયા વત્તા ટેક્સ પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવામાં આવશે. એક્સિસ બેંકનો નવો નિયમ પણ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.