31 ઓગસ્ટ ગણેશ ચતુર્થી નો દિવસ કરવા ઉપાય આપના દરેક કાર્યને સફળ કરશે સિદ્ધિ વિનાયક

Posted by

ગણપતિ બાપા મોરિયા. આવી રહ્યો ગજાનની (Gajanana) આરાધનાનો અવસર. ભાદરવાની સુદ પક્ષની ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશચતુર્થી (ganesh chaturthi) 31 ઓગસ્ટ, બુધવારે છે. ગણેશ ચતુર્થી એટલે ભગવાન શ્રીગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. આ દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને ભક્તો 10 દિવસ સુધી બાપાની ભક્તિ ભાવથી આસ્થા સાથે આરાધના અને વિશેષ પૂજન કરતાં હોય છે. અનંત ચતુર્દશીના દિવસે ,ગણેશ ચતુર્થીએ સ્થાપન કરેલ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.આ ગણેશ ચતુર્થીથી લઈ સંપૂર્ણ ગણેશ મહોત્સવ દરમિયાન આપ બપ્પાને પ્રસન્ન કરવા નીચે જણાવેલા ઉપાયો કરી શકો છો. કહે છે કે આ ઉપાયો કરવાથી ગજાનન વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

વિઘ્નહર્તા દૂર કરશે વાણીની સમસ્યા

જો આપને બોલવામાં તકલીફ પડતી હોય કે આપને વાણી સંબંધિત કોઇ સમસ્યા સતાવતી હોય જેમ કે તોતડું બોલવું, હકલાઇને બોલવું, અટકી અટકીને બોલવું તો આ મહોત્સવ દરમ્યાન ગણેશજીને કેળાની માળા બનાવીને અર્પણ કરવી.

આપના દરેક કામ પાર પાડશે ગજાનન

જો કોઇ કાર્ય આપનું ઘણા સમયથી અટકેલું હોય, કે ગમે તેટલા ઉપાયો કરવાથી પણ કાર્યમાં સિદ્ધિ ન મળતી હોય તો ગણેશજીને 4 નારિયેળની માળા અર્પણ કરો.તેમની સમક્ષ આપની સમસ્યાનું વર્ણન કરોય તરત જ આપને સમસ્યામાથી મુક્તિ મળશે.

સફળતા આપશે સિદ્ધિવિનાયક

સુતરના દોરામાં 7 ગાંઠ મારવી. આ ગાંઠ મારતી વખતે જય ગણેષ કાટો કલેશ એવું બોલીને ગાંઠ મારવી. અને આ માળા કે દોરાને ગણેશજીને અર્પણ કરી દેવી. પછી આ માળાને કે દોરાને તમારા પર્સમાં રાખવી. આ ઉપાય કરવાથી આપને ઇન્ટરવ્યૂ અને પરિક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે.

લંબોદર કરાવશે લાભની પ્રાપ્તિ

ગણેશ ચતુર્થીના દિવસે શુદ્ધ જળથી ગણેશજીનો અભિષેક કરવો. ત્યારબાદ ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરીને માવાના લાડુનો ભોગ ગણેશજીને અર્પણ કરવો અને આ સાથે જ મનમાં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવી. આ ઉપાયથી આપને તરત જ લાભની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *