30 ડિસેમ્બર મહા એકાદશી તુલસીજી પર ચઢાવી દો આ વસ્તુ || સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશેતમે બધા સારી રીતે જાણતા હશો કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીને લક્ષ્મીજી સમકક્ષ દેવી માનવામાં આવે છે. મોટાભાગે દરેક હિંદુ ઘરના આંગણે તુલસીનો છોડ હોય અને લોકો દરરોજ તેમની પૂજા અર્ચના કરે છે. આ સાથે ભગવાન વિષ્ણુ ને તુલસીનું પાન ખૂબ જ પસંદ છે અને તેમને આ પાન અર્પણ કરવાથી તેઓ ખુશ થઈને આર્શિવાદ વરસાવે છે.
આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી તમે ધનની અછતનો સામનો કરશો નહિ અને પૈસાની તંગી દૂર થઈ જશે. આ માટે તમારે ગુરુવારના દિવસે તુલસી માતાને ખાસ ચીજ ચઢાવવાની છે.એક માન્યતા અનુસાર જે ઘરમાં તુલસી માતાનો છોડ હોય તે ઘરમાં ક્યારેય લડાઈ, ઝઘડા અને અશાંતિ રહેતી નથી. ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. આ સાથે જે ઘરોમાં તુલસી હોય છે ત્યાં સુખ શાંતિની પણ કોઈ કમી રહેતી નથી. આવા ઘરોમાં માતા લક્ષ્મી સામેથી દોડીને આવે છે.
હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા અર્ચના કરવા પાછળ ઘણી વાતો અને નિયમો કહેવામાં આવ્યા છે. જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.તુલસીનો ઉપયોગ ઘણી આર્યુવેદિક દવાઓ બનાવવા માટે પણ થાય છે અને તેનાથી ઘણી બીમારીઓનો ઈલાજ પણ કરી શકાય છે. આજ કારણ છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં રોગ અથવા અકાળ બીમારીનો ભોગ બનવું પડતું નથી અને પરિવારના લોકો સ્વસ્થ રીતે લાંબુ આયુષ્ય જીવી શકે છે.
જોકે તુલસી સાથે જોડાયેલ નિયમો વિશે વાત કરીએ તો અગિયારસના દિવસે તુલસી માતાના પાન તોડવા અશુભ માનવામાં આવે છે અને ધનહાનિ નો સામનો કરવો પડે છે. આ સિવાય તુલસી માતાના છોડનો નાશ કરવો પણ પાપ સમાન છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓ વેઠવી પડે છે.
હવે આપણે ગુરુવારે તુલસી માતાને કંઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ, તેના વિશે વિગતે માહિતી મેળવીએ. એ વાતનું ધ્યાન રાખો કે તુલસી ને રોપણી કરતી વખતે હંમેશા કુદરતી ખાતર અને રેતી તથા માટીને મિક્સ કરીને ઉપયોગ કરો. આ સિવાય એ વાતનું ધ્યાન રાખો કે તુલસીને હંમેશા માધ્યમ પાણી રેડવું જોઈએ. હા તેને ક્યારેય વધારે ઠંડુ કે ગરમ પાણી અર્પણ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં.
આ સાથે જો અજાણે તુલસી સુકાઈ જાય છે ત્યારે તેને ક્યારેય ગમે ત્યાં ફેંકી દેવી જોઈએ નહિ. તેને હંમેશા નદીમાં વહેતા પાણીમાં વહાવી દેવી જોઈએ. આ સાથે તુલસીને ઘીનો દીવો કરવો જોઈએ અને પૂજા આરતી કરવી જોઈએ.આ સિવાય તુલસીને હંમેશા સાચવીને રાખવી જોઈએ અને તેનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં. કારણકે એક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસી સાથે અહિત કરે છે તેને જીવનમાં ક્યારેય સુખ શાંતિ મળતી નથી. આનાથી વિપરીત જે વ્યક્તિ તેની પૂજા અર્ચના કરે છે તેના માટે હંમેશા સ્વર્ગના દરવાજા ખુલતા રહે છે.