તર્પણ અને પિંડદાન- પિતૃપક્ષમાં રોજ તર્પણ કરવું જોઇએ. જો ન કરી શક્યા હો તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પાણીમાં દુધ, જવ, ચોખા અને ગંગાજળ નાંખીને તર્પણ કરવું જોઇએ. આ દરમિયાન પિંડદાન પણ કરવુ જોઇએ. પિંડદાન માટે અશ્વિન અમાવસ્યા વિશેષ રીતે શુભ ફળદાયી માનવામાં આવે છે. પિતૃ અમાવસ્યા હોવાના કારણે તેને પિતૃ વિસર્જની અમાવસ્યા અને મહાલયા પણ કહેવાય છે. માન્યતા એવી પણ છે કે આ અમાસને દિવસે પિતૃ પોતાના પ્રિયજનોના દ્વાર પર શ્રાધ્ધની ઇચ્છા લઇને જાય છે. જો તેમને પિંડદાન ન મળે તો શ્રાપ આપીને જાય છે. તેના કારણે ઘરમા કંકાસ વધવા લાગે છે અને કામ પણ બગડે છે.
2. બ્રાહ્મણ ભોજન- સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સવારે સ્નાનાદિ બાદ પંચબલિ અથાર્ત ગાય, કુતરા, કાગડા, દેવ અને કીડીઓ માટે ભોજનનો અંશ કાઢીને તેને આપવો જોઇએ. આ ઉપરાંત બ્રાહ્મણ કે કોઇ ગરીબને ભોજન કરાવવું જોઇએ. પોતાની ક્ષમતા અનુસાર તેમને દક્ષિણા આપો. બ્રાહ્મણ ભોજન બાદ પિતૃઓને ધન્યવાદ આપો અને જાણતા અજાણતા થયેલી ભુલ માટે તેમની માફી માંગો. ત્યારબાદ તમારા આખા પરિવાર સાથે બેસીને ભોજન કરો. જો તે કાર્ય ન કરી શકતા હો તો કોઇ મંદિરમા જઇને સીદા (કાચુ અનાજ)નું દાન કરો.
3. ધુપ-દીપ કરો- સંધ્યા સમયે તમારી ક્ષમતા અનુસાર બે, પાંચ કે સોળ દીપ પ્રગટાવીને ગીતાના સાતમા અધ્યાય કે માર્કણ્ડેય પુરાણ અંતર્ગત પિતૃસ્તુતિ કરો. આ દિવસે પિતૃઓના નામની ધુપ આપવાથી માનસિક અને શારિરીક રીતે સંતુષ્ટિ કે શાંતિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃધ્ધિ પણ વધે છે. તમામ પ્રકારના કષ્ટ દુર થાય છે. ધુપ આપવા માટે ગોળ અને ઘી સાથે અન્નને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે છે.સર્વપિતૃ અમાસે આ ત્રણ કાર્ય કરી શકો તો તમને પિતૃઓના ભરપુર આશીર્વાદ મળશે અને જીવનની બાધાઓ દુર થશે.ઘરમા સુખ શાંતિ અને સમૃધ્ધિ વધશે.