પરંતુ ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે કીડીઓ તમારા ઘરે કઇ રીતે આવે છે? ક્યારેક લાલ તો ક્યારેક કીળી કીડી કેમ જોવા મળે છે? અથવા તો અચાનક જ કીડીઓ ક્યાં ગાયબ થઇ જાય છે? કીડીઓ ઘરમાં આવવાથી જીવન પર કેવી અસર પડે છે કે કેવો સંકેત આપે છે તે જાણી લો.
– કાળી કીડીઓને ભગવાનનો વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો શ્રીહરિની કૃ઼પા તમારા પર છે, સાથે જ આ કીડીઓને લોટ ખવડાવવો. કહેવાય છે કે, આમ કરવાથી વ્યકિત જીવન-મરણમાં ચક્રમાંથી મુક્ત થઇ જાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.
– જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવવામાં આવો તો સૌભાગ્યમાં વુદ્ઘિ થાય છે અને પરિવારમાં શુખ-શાંતિ અને એકતા વધે છે.
– જો નોકરી ના મળતી હોય અથવા વારંવાર નોકરી બદલતા હો તો બદામના પાઉડરમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવવો, નોકરીમાં સ્થિરતા આવશે. જો કોઇ દેવુ હશે તો તે પણ ઉતરી જશે.
– જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
– જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.
– એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.
– જો તમારા ઘરની છત પર કે ઘરની અંદર કાળી કીડીની લાઈન દેખાય તો સમજવુ તે તમારુ નસીબ બદલાઇ જશે, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે..
– જો ઘરમાં લાલ કીડી દેખાય તો તે બીમારી અને નિષ્ફળતાના સંકેત છે.
– જો કેતુ પરેશાન કરતો હોય તો 43 દિવસ સુઝી કીડીઓને પંજીરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવો, લાભ થશે. યાદ રાખો કે એકપણ દિવસ ભૂલ્યા વિના સળંગ આ ઉપાય કરવો.