21 સપ્ટેમ્બર મોટી એકાદશી પીપળા ઉપર આ એક વસ્તુ ચડાવી દો અઢળક ધન આવશે || માં લક્ષ્મી પ્રસન્ન થશે

જેને અપરા અને અચલા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ-લક્ષ્મીજી સાથે પીપળાની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવામાં આવે છે. પછી વ્રત, પૂજા અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવામાં આવે છે. તે પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. પછી પીપળા ઉપર જળ ચઢાવીને પૂજા કરવામાં આવે છે અને ઘીનો દીવો પ્રગટાવીને તે પવિત્ર ઝાડની પરિક્રમા કરવામાં આવે છે.
પીપળાના ઝાડની પૂજાનું વિધાનઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વૈશાખ મહિનાની એકાદશીએ પીપળાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે. તેમણે જણાવ્યુ કે સવાર-સવારમાં પીપળા ઉપર દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આ કારણે તેમની પૂજા કરવી ખૂબ જ લાભદાયક હોય છે. પીપળાની પૂજા કરવાથી કુંડળીમાં શનિ, ગુરુ સહિત અન્ય ગ્રહ પણ શુભફળ આપે છે.
જ્યોતિર્વિજ્ઞાનના પ્રમુખ આચાર્ય વરાહમિહિરે પણ પોતાના ગ્રંથમાં જણાવ્યું કે શુભ તિથિઓ અને શુભ મહિનામાં પીપળાનું ઝાડ વાવવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ગુરુ ગ્રહનું અશુભ ફળ પણ ઓછું થવા લાગે છે.
પીપળામાં દેવતાઓનો વાસઃ-
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળો જ એક એવું ઝાડ છે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવતાઓનો વાસ હોય છે. સવારે આ ઝાડ ઉપર જળ ચઢાવવા, પૂજા કરવા અને દીવો પ્રગટાવવાથી ત્રણેય દેવતાઓની કૃપા મળી શકે છે. પીપળાના ઝાડમાં પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને ચઢાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ ઝાડ ઉપર સવારે પિતૃઓનો વાસ પણ હોય છે. પછી બપોર પછી આ ઝાડ ઉપર અન્ય શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે.
પીપળાના ઝાડ સાથે જોડાયેલી કથાઃ-
પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એેક રાજા હતો. તેનો નાનો ભાઈ બ્રજધ્વજ અધર્મી હતો. તે મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો. એક દિવસ બ્રજધ્વજે મોટા ભાઈની હત્યા કરી દીધી અને તેના શરીરને જંગલમાં પીપળાના ઝાડ નીચે દફનાવી દીધું. તે પછી રાજાની આત્મા તે પીપળાના ઝાડ ઉપર રહેવા લાગી. તે આત્મા ત્યાંથી પસાર થતાં લોકોને પરેશાન કરતી હતી.
એ દિવસ ધૌમ્ય ઋષિ તે ઝાડ નીચેથી પસાર થયાં. તેમણે પોતાના તપથી રાજા સાથે થયેલાં અન્યાયને સમજી લીધો. ઋષિએ રાજાની આત્માને પીપળાથી દૂર કરીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે જ પ્રેત યોનિથી છુટકારો મેળવવા માટે અચલા એકાદશીનું વ્રત કરવા માટે જણાવ્યું. અચલા એકાદશી વ્રત કરવાથી રાજાની આત્મા દિવ્ય શરીર બનીને સ્વર્ગ જતી રહી. એટલે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાની પરંપરા પણ છે.