2022 ની ઉતરાયણ માં કરો આ દાન ઉતરાયણ ના દિવસે આ દાન કરવાથી કરોડપતિ બની શકાય છે

Posted by

મકર સંક્રાંતિ ના દિવસે દાન નું ખુબજ મહત્વ રહેલું હોય છે અને તેનું વિશિષ્ટ પુણ્ય પણ મળતું હોય છે.કહેવાય છે કે આજના દિવસે કરેલું દાન 100 ગણું પુણ્ય આપે છે.ત્યારે અમદાવાદ ના પ્રહલાદનગર વિસ્તાર માં મકરસંન્ક્રાંતિ નું દાન કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા.સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે તહેવારને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં લોકો પતંગ ચગાવી ઉજવણી કરે છે. તો સાથે-સાથે આ દિવસે દાન ધર્મનું પણ બહુ મહત્વ છે. કહેવાય છે કે, આ દિવસે કરેલ પૂજા-પાઠ અને દાન ધર્મથી સો ગણું વધારે પુણ્ય મળે છે. ત્યારે 14 મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ  આજના દિવસે લોકો અલગ અલગ દાન  પૂર્ણ કરતા હોય છે.

મકરસંક્રાંતિ ના દિવસે દાન નું ખુબજ મહત્વ રહેલું હોય છે અને તેનું વિશિષ્ટ પુણ્ય પણ મળતું હોય છે.કહેવાય છે કે આજના દિવસે કરેલું દાન 100 ગણું પુણ્ય આપે છે.ત્યારે અમદાવાદ ના પ્રહલાદનગર વિસ્તાર માં મકરસંન્ક્રાંતિ નું દાન કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. જેમાં ગૌ દાન , પક્ષીઓને ચણ  અને ગરીબ લોકોને દાન કરતા જોવા મળ્યા જેનું આજના દિવસે અનોખું મહત્વ છે.

આપને જણાવી દઈએ કે, એવી માન્યતા છે કે મકર સંક્રાતિના દિવસે તલ, ગોળ અને ખિચડીનું દાન કરવાથી ભાગ્ય બદલાય છે. ખુશી અને સમૃદ્ધિના પ્રતિક મકર સંક્રાંતિ દિવસે પુણ્યકાળમાં દાન કરવું, સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ પર ગંગા સ્નાનનું વિશેષ મહિમા છે. આ દિવસે શનિદેવ માટે પ્રકાશનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પંજાબ , યુપી, બિહાર અને તમિલનાડુમાં નવો પાક આ સમયે કાપણી થાય છે. એટલે આ દિવસે ખેડૂતો આભાર દિવસ તરીકે પણ મનાવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈ વહેંચવામાં આવે છે. આ દિવસે પતંગ ઉડાડવાની પણ પરંપરા છે.

ન્યૂઝ ગુજરાતી દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *