દિવાળીના દિવસે ઘરને ચોખ્ખું રાખવામાં આવે છે. ત્યારે જ મા લક્ષ્મી ખુશ થાય છે અને એમનો ઘરમાં વાસ થાય છે. આ કારણોથી જ મોટાભાગના લોકો દિવાળી પહેલા સાફ-સફાઇ કરતા હોય છે. પરંતુ એ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચલો અમે તમને જણાવીએ એવી તો કઇ ચીજ છે જેનાથી તમને અપશકુન થઇ શકે છે.
જો તમારા ઘરમાં તૂટેલો પલંગ અથવા ચારપાઇ રાખી હોય તો એને તરત હટાવી દો, આવું ન કરવા પર તમારા વૈવાહિક જીવનમાં ઝઘડા થઇ શકે છે.ઘરમાં કોઇ પણ પ્રકારનો કાચનો તૂટેલો સામાન રાખશો નહીં, એનાથી ઘરમાં વાસ્તુ દોષ થવાની શક્યતા થાય છે, આ માનસિક તણાવનું કારણ બની શકે છે.
ઘરમાં કોઇ પણ પ્રકારનું તૂટેલા-ફૂટેલા ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ ના રાખો. એનાથી વાસ્તુદોષ થઇ શકે છે આ નિર્ધનતાનું કારણ બની શકે છે.ઘરમાં જો કોઇ ઘડિયાળ ખરાબ હોય તો એને ઘરમાં રાખશો નહીં. આ દુર્ભાગ્ય લાવે છે. કારણ કે માનવામાં આવે છે કે બંધ ઘડિયાળ તમારા કામને રોકી દે છે.
જે લોકોને ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હોય ત્યાં પણ મા લક્ષ્મી વાસ કરતી નથી. એટલા માટે દિવાળી પહેલા એને જરૂર રિપેર કરાવી દો.જો તમારા ઘરના ખૂણામાં તૂટેલો સામાન પડ્યો રહે છે તો એને તરત હટાવી દો, આ નકારાત્મકને પ્રોત્સાહન આપે છે.ફાટેલી-જૂની અથવા મેલી ચાદર પણ ઘરમાં રાખવી જોઇએ નહીં, એનાથી ઘરમાં ક્યારેય પૈસા ટકતા નથી.
જેના ઘરમાં હંમેશા અંધારું હોય છે ત્યાં પણ લક્ષ્મી ટકતી નથી. એટલા માટે ઘરની સફાઇ દરમિયાન એવી જગ્યાએ રોશનીની વ્યવસ્થા કરો.જો તમારા ઘરમાં તૂટેલા વાસણ રાખો છો તો દિવાળીની સફાઇમાં એને પણ ઘરથી બહાર ફેંકી દો. એનાથી ઘમાં અન્ન-ધનની ખામી થઇ શકે છે.જે ઘરમાં ફર્શ તૂટેલો હોય છે એવામાં ઘરોમાં ધન સતત ખર્ચ થતો રહે છે. એટલા માટે તરત રિપેર કરાવી દો.