દુનિયાના મહાન ભવિષ્ય ભાખનાર નાસ્ત્રેદમસે 2022માં ઘણી મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે. ફ્રેન્ચ એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમસની 6,338 ભવિષ્યવાણી જણાવે છે કે દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં હિટલરનું શાસન, દ્વિતીય વિશ્વયુદ્ધ, 9/11નો આતંકી હુમલો, ફ્રાન્સ ક્રાન્તિ અને પરમાણુ હથિયારના વિકાસ જેવી ઘટનાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેમની 70 ટકાથી વધારે ભવિષ્યવાણી સાચી પડી છે. નાસ્ત્રેદમસનું નિધન 2 જુલાઈ 1566માં થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ લોકોને યાદ છે. તો આવો, જાણીએ નાસ્ત્રેદમસે ભવિષ્યવાણીઓમાં વર્ષ 2022 માટે શું કહ્યું છે…
શક્તિશાળી નેતાનું નિધન
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં વર્ષ 2022માં દુનિયાની ખૂબ પ્રભાવશાળી અને તાકાતવર વ્યક્તિના મોતની આશંકા રજૂ કરવામાં આવી છે. સેંચુરિયાની 14મી ચોપાઈમાં તેમણે લખ્યું છે કે એક તાકાતવર વ્યક્તિના અચાનક નિધનથી ખૂબ પરિવર્તન આવશે અને તે દેશમાં એક નવો ચહેરો સામે આવશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરનાર તેમની ચોપાઈની અલગ અળગ રીતે વ્યાખ્યા કરે છે. આ વ્યાખ્યાઓ અમુકવાર એકદમ ચોક્કસ હોય છે, જ્યારે અમુકવાર ખોટી પણ પડે છે.
વિનાશકારી ભૂકંપ
નાસ્ત્રેદમસની સેંચુરિયા-3ની ત્રીજી ચોપાઈમાં આ વર્ષે જાપાનમાં એક વિનાશકારી ભૂકંપની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભવિષ્યવાણી પ્રમાણે જો ભૂકંપ ચાલુ વર્ષમાં આવશે તો એને કારણે ભયાનક નુકસાન અને વધારે મૃત્યુ થવાની શક્યતા છે. 7 ઓક્ટોબર 5.9ની તીવ્રતાવાળા ભૂકંપે વિશાલ કાંટો વિસ્તારને હચમચાવી દીધો હતો. જોકે એમાં નુકસાન ઓછું થયું હતું.
યુરોપમાં યુદ્ધ
અમુક વ્યાખ્યાઓ પ્રમાણે, વર્ષ 2022માં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાંથી એક સીધો પેરિસ સાથે સંબંધ છે. ભવિષ્યવાણીની વ્યાખ્યા પ્રમાણે, યુરોપમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ વર્ષે ફ્રાન્સના પાટનગરમાં કોવિડ પ્રતિબંધો વિશે થયેલાં રમખાણોની વિચલિત કરી શકે એવાં દૃશ્યો આપણે પહેલાં જ જોઈ ચૂક્યાં છીએ. વર્ષ 2015માં ISISના આતંકી હુમલામાં 130 લોકોનાં મોત થયાં હતાં. આ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સમાં થયેલો સૌથી મોટો હુમલો હતો.
વૈશ્વિક ભૂખમરાનું જોખમ વધશે
નાસ્ત્રેદમસ લખે છે, યુદ્ધ અને ભૂખમરો મોટી સમસ્યા બનશે. ભવિષ્યવાણીમાં સાત વખત દરિયાઈ કિનારો, ભૂખ અને કેદ કરવાની વાત લખવામાં આવી છે. એનો અર્થ એ થાય છે કે વિશ્વમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે ભૂખમરો આવી શકે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા લોકોનું માનવું છે કે સામાન્યથી સાત ગણા રેફ્યુજીઓ યુરોપના દરિયાઈકિનારે પહોંચશે. નોંધનીય છે કે યુકે અને યુરોપમાં રેફ્યુજીઓનો વિવાદ પહેલેથી રાજકીય મુદ્દો બનેલો છે.
યુરોપિયન સંઘનું પતન
અમુક લોકોને લાગે છે કે નાસ્ત્રેદમસે યુરોપિયન સંઘના પતનની ભવિષ્યવાણી કરી છે, જે હકીકતમાં 2016માં બ્રિટન દ્વારા બ્રેક્સિટને વોટ આપ્યા પછી સંકટની સ્થિતિમાં છે. નાસ્ત્રેદમસના જણાવ્યા પ્રમાણે, બ્રેક્સિટ માત્ર એક શરૂઆત હતી. 2022માં યુરોપીય સંઘનું પતન થવાનું નક્કી છે.
ધૂમકેતુ
વર્ષ 2021માં આ વિશે એક ખાસ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક પ્રકારનો ધૂમકેતુ પૃથ્વીને અથડાશે. આ વિશે નાસ્ત્રેદમસ લખ્યું છે કે હું પૃથ્વી પર આકાશમાંથી આગ પડતી જોઈ રહ્યો છું. નોંધનીય છે કે આ વર્ષે પૃથ્વી 2021GWA ધૂમકેતુથી અથડાતાં બચી ગઈ છે. જોકે નાસા આને મોટી ચિંતાનો વિષય નથી માનતું.
રોબોટ
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓમાં 2022 માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી દર વર્ષે એડવાન્સ લેવલ પર જઈ રહી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનાર અમુક લોકોનું કહેવું છે કે આગામી વર્ષોમાં માનવજાત પર રોબોટનો કબજો હશે.
કોણ છે નાસ્ત્રેદમસ, ક્યારે શરૂ કર્યું ભવિષ્યવાણી કરવાનું?
ફ્રાન્સના નાના ગામ સેન્ટ રેમીમાં મહાન ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503માં થયો હતો. ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ માત્ર ભવિષ્ય નહતા જોતા પરંતુ તેઓ એક સારા શિક્ષણ અને ડોક્ટર પણ હતા. ડોક્ટર નાસ્ત્રેદમસ પ્લેગ જેવી બીમારીઓની સારવાર કરતા હતા. તેમણે દુનિયાને લગતી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણી સાચી પણ સાબીત થઈ છે. તેઓ યુવા હતા ત્યારથી જ તેમણે ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી.
કયા પુસ્તકમાં નાસ્ત્રેદમસે લખી છે ભવિષ્યવાણી?
પ્રખ્યાત પુસ્તક ધી પ્રોફેસીઝમાં નાસ્ત્રેદમસે 950 ભવિષ્યવાણીઓ કરી છે. તેમાંથી મોટાભાગની ભવિષ્યવાણીઓ તેમની કવિતાઓ અને કોડમાં છુપાયેલી છે. શરૂઆતના દિવસોમાં તેમણે એક એવી ભવિષ્યવાણી કરી હતી જેનાથી યુરોપમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
તે તેમના મિત્ર સાથે ઈટલના રસ્તાઓ પર આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે એક યુવક તેમની નજીક આવ્યો તો તેમણે તેમની સામે માથુ ઝૂકાવીને પ્રણામ કર્યા હતા. જ્યારે તેમના મિત્રએ આવું કરવાનું કારણ પુછ્યું તો નાસ્ત્રેદમસે કહ્યું હતું કે, આ વ્યક્તિ આગામી સમયમાં પોપ બનશે. આ યુવક ફેલિસ પેરેસી હતા. જેઓ 1585માં પોપ બન્યા હતા.