નાની ઉંમરે મોટું કામ: 19 વર્ષની યુવતીએ શરૂ કર્યો બિઝનેસ, લોકોની લાગે છે કતારો

Posted by

હાલમાં ચીઝ કેકનો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. શહેરમાં અનેક લોકો હવે ઘરે બનાવેલી ચીઝ કેક વેચી રહ્યા છે. ત્યારે અમદાવાદની 19 વર્ષની યુવતીએ પણ આ ટ્રેન્ડને અનુસરવાનું શરૂ કર્યું છે. નાની ઉંમરે તે પોતાની જાતે કોઈ પણ તાલીમ વગર ચીઝ કેક બનાવી રહી છે અને તેનું એક વિશિષ્ટ વર્ઝન પણ તેમણે બનાવ્યું છે.

 અમદાવાદ: હાલમાં ચીઝ કેકનો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. શહેરમાં અનેક લોકો હવે ઘરે બનાવેલી ચીઝ કેક વેચી રહ્યા છે. ત્યારે અમદાવાદની 19 વર્ષની યુવતીએ પણ આ ટ્રેન્ડને અનુસરવાનું શરૂ કર્યું છે. નાની ઉંમરે તે પોતાની જાતે કોઈ પણ તાલીમ વગર ચીઝ કેક બનાવી રહી છે અને તેનું એક વિશિષ્ટ વર્ઝન પણ તેમણે બનાવ્યું છે.

અમદાવાદના મીરામ્બીકા સ્કુલ પાસે તેમના ઘરની સામે ચીઝ કેકનો બિઝનેસ શરૂ કરતી ક્રિશ્મા શાહ સાંજે 6 વાગ્યેથી તેમનો વ્યવસાય શરૂ કરે છે. લોકો તેમના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ઘણી વખત તેમના આવ્યા પહેલા જ લોકો તેમની રાહ જોઈને બેઠા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, એક કલાકમાં તેમની બધી ચીઝ કેક વેચાય જાય છે.

ક્રિશ્મા શાહ જણાવે છે કે, તેમણે જાતે જ ઘરે ચીઝ કેક બનાવતા શીખ્યું છે. તેમને પહેલાથી જ ચીઝ કેક બનાવવાનો શોખ હતો. અવનવા અખતરા કરીને ઘરે જ ચીઝ કેક બનાવતા શીખ્યા હતા, જેમાં તેમની સ્પેશિયલ ડિશ કુકીડો ચીઝ કેક છે. આ ખાસ કેકમાં ચોકલેટ હોય છે અને સાથે જાંબલી રંગમાં આવે છે. તેમણે જાતે જ ઘરે પ્રયોગ કરીને આ સ્પેશિયલ કેક બનાવી છે.

19 વર્ષની ક્રિશ્મા શાહ જાતે જ તેમનું શિક્ષણ આગળ ધપાવી રહી છે. અમદાવાદના એક વાયરલ કપલથી પ્રેરિત થયા બાદ તેમણે પોતાના ઘર આગળથી જ ચીઝ કેકનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ક્રિશ્મા ત્રણ વર્ષથી ઘરેથી કઈને કઈ વ્યવસાય ચલાવી રહી હતી.

ક્રિશ્મા આ દંપતીની લોકપ્રિયતાથી કેક બિઝનેસનું સાહસ કરવા માટે પ્રેરિત થયા છે. પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી, ગ્રાહકો તરફથી ઘણી પ્રશંસા અને સમર્થન મળ્યું છે. ક્રિશ્મા દાવો કરે છે કે, તેઓ બ્લુબેરી ચીઝ કેક સાથે વિવિધ ફ્લેવરની કેક બનાવવામાં સક્ષમ છે.

તેણીનું કહેવું છે કે, મારા મિત્રો અને પરિવારના કારણે જ આ સંભવ બન્યું છે. ભણતર બાદ તેઓ પોતાની બેકરી ખોલવાનું વિચારી રહી છે. કારણ કે તેઓ જે કેક બનાવી રહી છે, તેમાં જ તેમને પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આ સાથે લોકોનો અતૂટ પ્રેમ તેમને મળી રહ્યો છે.

 તેણીનું કહેવું છે કે, મારા મિત્રો અને પરિવારના કારણે જ આ સંભવ બન્યું છે. ભણતર બાદ તેઓ પોતાની બેકરી ખોલવાનું વિચારી રહી છે. કારણ કે તેઓ જે કેક બનાવી રહી છે, તેમાં જ તેમને પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આ સાથે લોકોનો અતૂટ પ્રેમ તેમને મળી રહ્યો છે.<span style="color: #2b2b2b; font-size: 16px;"> </span><span style="color: #2b2b2b; font-size: 16px;"> </span>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *