16 વિઘા જમીનમાં દાડમ વાવી 16 લાખની કમાણી કરી, ઝાલાવાડના યુવાને સરકારી નોકરીને છોડી ખેતી અપનાવી

16 વિઘા જમીનમાં દાડમ વાવી 16 લાખની કમાણી કરી, ઝાલાવાડના યુવાને સરકારી નોકરીને છોડી ખેતી અપનાવી

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારત વર્ષમાં આજે એવા અનેક ખેડૂત પુત્રો છે કે, જે સરકારી નોકરી કે, ઉચ્ચ આવક ધરાવતાં ખાનગી વ્યવસાયને તિ’લાં’જલી આપી કૃષિને પ્રાધાન્ય આપી આધુનિક ખેતીને અપનાવી રહ્યાં છે. આવા જ એક ખેડૂતપુત્ર છે ઝાલાવડના ખેડૂત કમલેશભાઈ ડોબરીયા. જેમણે જુનિયર ટેલિકોમની સરકારી નોકરી છોડી દઈને ખેતી તરફ વળ્યાં અને ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો થકી સફળતાનાં શિખરો સર કર્યા છે. 20 વિઘા જમીનમાં ખેતી શરૂઆત કરી અને લાખોની કમાણી કરી હતી. કમલેશભાઈ આજે 80 વિઘા જમીનના માલિક છે. તેઓએ 16 વિઘા દાડમની ખેતીમાં 16 લાખની કમાણી કરી છે.

મૂળ જૂનાગઢના વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા કમલેશભાઈ ડોબરીયા જ’ન્મે ખેડૂતપુત્ર છે. પણ ખેતી સાથે વધારે સંકળાયેલા ન હતા. એમ.એસ.સી ઈન ઇલેક્ટ્રોનિકસ કર્યા બાદ 1991ની સાલમાં તેમની સુરેન્દ્રનગરમાં જુનિયર ટેલીકોમ ઓફિસર તરીકે નિમણૂક થતા તેઓ સરકારી નોકરીમાં જોડાયા હતાં. ટેક્નિકલ કાર્ય સાથે જોડાયેલા હોવાથી ગામડાઓમાં અવાર નવાર જવાનું થતું અને ત્યાંના ખેડૂતો સાથે વાર્તાલાપ થતા તેઓ ધીરે ધીરે ખેતી તરફ આકર્ષાયા હતાં. ખેડૂતપુત્ર હોવાથી કમલેશભાઈનું મન ખેતી તરફ વળ્યું હતું. પરિણામે 1998ના વર્ષમાં તેમણે મૂળી તાલુકાના વડધ્રા ગામમાં સૌ પ્રથમ 20 વિઘા જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી. ત્યારબાદ ક્રમશ: ખેતીની જમીનમાં વધારો કરતાં ગયા, અને આજે તેમની પાસે લગભગ 80 વિઘા જેટલી ખેતી લાયક જમીન છે.

 

 

 

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.