16 સપ્ટેમ્બર સાતમ નું શ્રાદ્ધ આ જગ્યા ઉપર ફેંકી દો એક મુઠ્ઠી કાળા તલ કિસ્મત ના દરવાજા ખુલી જશે

જીવનમાં કોને અને ક્યારે ગ્રહ બાધા, ગૃહ બાધા, અને દેવ બાધાનો સામનો કરવાનો આવે તે તો એ વાત ઉપર નિર્ભર કરે છે કે જે-તે માણસના કર્મ કેવાં છે. કાર્યોમાં આવી રહેલી પરેશાનીઓ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રના પુસ્તકોમાં ઘણાં ઉપાય જણાવ્યા છે તેમાંથી એક છે કાળા તલનો ઉપાય.
રાહુ, કેતુ અને શનિથી મુક્તિ માટે : કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાડાસાતી ચાલી રહી હોય તો દરેક શનિવારે વહેતા જળની નદીમાં કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિ દોષોની શાંતિ થાય છે. અથવા તમે કાળા તલ દાન પણ કરી શકો છો.
ધનની સમસ્યા દૂર કરવા માટે : દર શનિવારે કાળા તલ તથા કાળા અડદને કાળા કપડાંમાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાયથી પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.ધનહાનિ રોકવા માટે : મુઠ્ઠીભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ થવાનું બંધ થશે..
ખરાબ સમયથી મુક્તિ માટે : દર શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું. એનાથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થવાનું શરૂ થશે.કાર્યમાં સફળતા માટે : તમારા હાથમાં એક મુઠ્ઠી તલ લઈને ઘરેથી નીકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો દેખાય ત્યારે મુઠ્ઠીમાંના તલ કૂતરા સામે નાખીને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો દેખાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે.
જ્યારે કોઈ નાના બાળકને નજર લાગી જાય અને તે દૂધ પીવાનું બંધ કરી નાખે, એવામાં પરિવારના લોકો ચિંતિત થઈ જાય આવી પરિસ્થિતિમાં એક ડાઘ વગરનું લીંબુ લો અને એને વચ્ચેથી અડધું કાપીને, કાપેલા ભાગમાં થોડા કાળા તલના દાણા દબાવી દો. પછી એના પર કાળો દોરો લપેટો. હવે એ લીંબુને બાળકના માથા પરથી ઊલટી તરફથી ૭ વાર ઉતારો. ત્યારબાદ એ લીંબુને ઘરથી દૂર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી આવો. આ ઉપાયથી શીઘ્ર લાભ મળશે.