શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન સાથે જ વૃક્ષ વાવીને પણ સંતુષ્ટ કરવા જોઇએ. થોડાં વૃક્ષ-છોડ પોઝિટિવ ઊર્જા આપે છે. એટલે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલાં શુભ વૃક્ષ-છોડ પિતૃપક્ષમાં વાવવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ શાસ્ત્રોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે પીપળામાં દેવતાઓ સાથે પિતૃઓનો પણ વાસ હોય છે. એટલે શ્રાદ્ધ પક્ષમાં પીપળાનું વૃક્ષ ખાસ વાવવું જોઇએ. સાથે જ, વડ, લીમડો, આસોપાલવ, આંબળા અને સમડાનું વૃક્ષ વાવવાથી પર્યાવરણ સાથે રાખવામાં મદદ મળશે અને સાથે જ દેવતાઓ પણ પ્રસન્ન થશે.
પીપળો- પીપળાને પવિત્ર માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે તેમાં પિતૃઓનો વાસ હોય છે. એટલે પીવળાના વૃક્ષ ઉપર દૂધમાં પાણી અને તલ મિક્સ કરીને ચઢાવવું જોઇએ. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
વડ- શાસ્ત્રોમાં વડને આયુષ્યના દેવતા તથા મોક્ષ આપનાર વૃક્ષ માનવામાં આવે છે. વડના વૃક્ષને સાક્ષી માનીને માતા સીતાએ રાજા દશરથ માટે પિંડદાન કર્યું હતું. વડ ઉપર જળ ચઢાવી તેની પરિક્રમા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
બીલીપાન- આ વૃક્ષમાં દેવી લક્ષ્મી અને પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એટલે આ વૃક્ષ ઉપર પણ દૂધમાં ગંગાજળ મિક્સ કરીને ચઢાવવું જોઇએ.
આસોપાલવ- આ વૃક્ષને શુભ માનવામાં આવે છે. તેમાં પણ વિષ્ણુનો વાસ હોય છે. એટલે આ વૃક્ષને વાવવાથી અને તેની પૂજા કરવાથી પિત દેવતા સંતુષ્ટ થાય છે.
તુલસી- તુલસીનો છોડ વાવવાથી અને તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુના પ્રસન્ન થવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે. એટલે તુલસીનો છોડ પિતૃપક્ષમાં વાવવો જોઇએ. તુલસીના છોડમાં જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે પરિવારના મૃત સભ્યો પ્રમાણે અલગ-અલગ વૃક્ષ-છોડ વાવી શકાય છે.
બાળકો માટે જામફળ, કેરી કે આંબલીનું વૃક્ષ વાવોકુંવારી યુવતી માટે આંબળા, દાડમ કે અંજીરનું વૃક્ષ વાવી શકાય છે.સૌભાગ્યવતી સ્ત્રી એટલે પરણિતા મહિલાઓ માટે આસોપાલવ, તુલસી કે સીતાફળનું વૃક્ષ વાવી શકાય છે.દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો માટે પીપળો, વડ, લીમડો કે સમડાનું વૃક્ષ વાવી શકાય છે.માતા, દાદી અને પરદાદી માટે પલાસ, પારસ પીપળ કે ચંદનનું વૃક્ષ વાવી શકાય છે.પિતા, દાદા અને પરદાદા માટે બીલીપાન, પીપળો, વડ કે આંબળાનું વૃક્ષ વાવી શકાય છે.