જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે એકના એક દિવસતો જે જન્મલે તેનું મૃત્યુ થાય જ છે. આપણે ત્યાં સોળ સંસ્કારોમાં અંતિમ સંસ્કારને સ્થાન આપવામાં આવ્યુ છે. તમામ રીતિ રિવાજ સાથે મૃત્યુ બાદ તેરમાની વિધિ કરવામાં આવે છે. પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પિંડદાન કરી 13 બ્રાહ્મણોને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે.
માન્યતા છે કે આવી વિધિ કરવાથી મૃતકના તમામ પાપોનો નાશ થાય છે જીવાત્મા યમલોકથી જાય ત્યારે તેને મુશ્કેલીઓ નડતી નથી. આથી જ આપણે ત્યાં તેરમાનુ ખુબ મહત્વ છે.કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ 13 દિવસ સુધી સુતક લાગે છે, જેમાં અગિયારમા, બારમા અને તેરમાની વિધિ કરવામાં આવે છે અને પીંડદાન કર્યા બાદ સુતકમાંથી મુક્તિ મળે છે.
તેરમાની વિધિ પાછળ વૈજ્ઞાનિક કારણ
આપણે ત્યાં દરેક રીત રિવાજ પાછળ કોઇને કોઇ ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે તેની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલ હોય છે. વૈજ્ઞાનિક દૃષ્ટીકોણથી જોઇએ તો જો કોઇ વ્યક્તિ 13થી વધારે દિવસ ઉદાસ રહેતો ડિપ્રેશનનો ભોગ બને છે. ત્યાર પછી તેમાંથી તે નિકળી શકતો નથી. સ્વાસ્થ્યને ઠીક કરવા માટે કોઇ પણ વ્યક્તિ 13 દિવસની અંદર શોકમાંથી બહાર આવે તે જરૂરી છે. Mental Health Institueમાં આ સાબીત થયેલુ છે.
WHOએ ઇન્ટરનેશનલ ક્લાસીફિકેશન ઓફ ડિઝીઝ અને અમેરિકન ફીઝિયાટ્રીક સોશાયટી દ્વારા વિસ્તારથી અધ્યયન કરવામાં આવ્યુ છે. શોક અને ઉદાસીમાંથી જો 13 દિવસમાં બહાર ન નીકળી શકાય તો માનસિક રોગ ઘેરી લે છે આથી મૃત્યુના 13માં દિવસે 13મુ કરીને શોકમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.