11 એપ્રિલ 2022થી શરુ થતું આવનારું અઠવાડિયું આ રાશિના જાતકોને બનાવી શકે છે માલદાર, ઉપલબ્ધિમાં થશે શાનદાર વધારો

Posted by

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને આ અઠવાડિયે વધારે ઉતાવળા પણા થી બચવાની જરૂર છે.ખાસ કરીને ત્યારે જ્યારે બધી વસ્તુઓ સાચી દિશામાં જઈ રહી હોય. તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરવા, તો સફળતા જરૂર મળશે. નોકરી કરતા લોકોને પદોન્નતિના યોગ દેખાય રહ્યા છે. નાના વેપારીઓને અપેક્ષા કરતાં વધારે લાભ મળશે. જમીન મિલકત સાથે જોડાયેલા કોઈ મોટા નિર્ણયો લેતા સમયે તમારા શુભચિંતકોની સલાહ લેવાનું ભૂલવું નહિ. પરિવારજનોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. તમારા પ્રેમીની સાથે સારો સમય પસાર કરવાનો ચાન્સ મળશે. સીઝનલ બીમારીથી સાવધાન રહેવું જોઈએ.

તુલા રાશિ

આ રાશિના જાતકોએ આ અઠવાડિયુ પોતાના ક્રોધ અને  વાણી ઉપર વધારે પડતું નિયંત્રણ રાખવાની જરુર છે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ વાતને લઈને તમારા સ્વજનો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. જેને લીધે તમારું મન પરેશાન રહેશે અને સ્વભાવ ચીડિયો બની જશે, જેની અસર તમારા કામકાજ ઉપર થશે. નોકરી કરતા લોકોને બદલી થવાની શક્યતા રહે છે અથવા તો કામના ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી તમારા હાથમાંથી નીકળી શકે છે. આ અઠવાડિયામાં તમારે કોઈ પણ કામ કરતાં પહેલાં રણનીતિ બનાવી લેવી. તમારા સંબંધો અને તમારા આરોગ્યનું પૂરેપૂરું ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધવું. મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સાથ રહેવાથી શાંતિ મળી રહેશે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને આ અઠવાડિયું ઘર-પરિવારમાં અથવા તો કામના ક્ષેત્રે પણ મોટી જવાબદારી મળી શકે છે. તમારા દ્વારા સારી રીતે કરવામાં આવેલા કામની સમાજમાં પ્રશંસા થશે. કામના ક્ષેત્રે તમારું સન્માન વધશે. અઠવાડિયા મધ્યભાગમાં કોઈ પ્રભાવિત માણસ સાથે મુલાકાત થઈ શકે છે, જેને લીધે લાંબા સમયથી તમારા અટકી પડેલા કામ પુરા થશે. તમારી યોજનાઓ સફળ બનશે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. જો તમે કોઈ આગળ પ્રેમનો પ્રસ્તાવ રાખશો તો તે જરૂર સફળ થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. સ્પર્ધાની તૈયારીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને સુખદ સમચાર મળશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોની વધારે મહેનત આ અઠવાડિયે રંગ લાવશે. કોઈ મહિલા મિત્રની મદદથી અટકેલા કામ પૂરા થશે. સગા સંબંધીઓ સાથે અથવા પ્રેમીઓ સાથે થયેલી ગેરસમજણ દૂર થશે. અઠવાડિયાના મધ્યભાગમાં કોઈ વડીલ માણસની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારા કામના સ્થળે ખૂબ જ સારું કામ કરવાને લીધે તમારા સિનિયર લોકો અને જુનિયર લોકો બંનેનો સહકાર મળશે. જો તમે કોઈ પણ પ્રકારનો તણાવ અનુભવો તો કસરત અને ધ્યાનની મદદથી તણાવ દૂર કરવાના પ્રયત્નો કરવા. કારોબારમાં ચાલી રહેલી સ્પર્ધામાં તમને યશ અને સફળતા મળવાના યોગ છે. સંતાનો તરફથી સારા સમાચાર સાંભળવા મળવાથી મન ખુશ રહેશે. અઠવાડિયાના છેલ્લા સમયમાં પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળશે.

મેષ રાશિ

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું પહેલા અઠવાડિયાની અપેક્ષામાં રાહત વાળું રહેશે. કરિયર અને કારોબારમાં આવતી અડચણ ધીરે ધીરે દૂર થઈ જશે. આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે. આરોગ્ય અને સંબંધોમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહિ , નહિતર પાછળથી તમારે પછતાવુ પડશે. પોતાના અંગત સંબંધો સાથે જોડાયેલી બાબતોમાં ખૂબજ સાવધાનીથી ઉકેલ લાવવો. જો એક ડગલું પાછળ આવવાથી બે ડગલાં આગળ જઈ શકો તો એક ડગલું પાછળ આવવામાં સંકોચ ન રાખવો. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોએ વધારે મહેનત કરવાની જરૂર છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મહેનત કરવાની જરૂર છે. મહિલાઓનો વધારે સમય ધાર્મિક કામમાં પસાર થશે.

ધન રાશિ

આ રાશિના જાતકોને આ અઠવાડિયાના શરૂઆતથી જ મનમાં નિરાશાના ભાવ જાગી શકે છે. કામમાં આવતી અડચણ અને પરિણામમાં વિલંબને લીધે જરા પણ નિરાશ ન થવું. અઠવાડિયાના મધ્યભાગમાં કારોબારમાં સંબંધમાં વધારે ભાગદોડ કરવી પડશે. પરંતુ આ બધા કારણને લીધે તમારા આરોગ્યને નજરઅંદાજ ન કરવું. જો તમે કોઈ જગ્યાએ પૈસા રોકવાનું ઈચ્છતા હોય, અથવા તો કોઈ નવા કામ સાથે જોડાવા ઇચ્છતા હોય તો પહેલાં તેની સારી રીતે ચકાસણી કરી લેવી, નહિતર તમારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. જીવનસાથીના આરોગ્યને લઈને તમે ચિંતિત રહેશો. મુશ્કેલ સમયમાં તમે તમારા પ્રેમીને સાથ આપશો જેનાથી તેને શાંતિ મળી રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કારકિર્દી અને કારોબાર આગળ વધવાની દિશામાં વધારે સારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે વ્યવસાયિક સંબંધોનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરશો. તમારા કામના સ્થળે સહયોગી ઓની મદદ થી પ્રગતિના અવસર મળશે.  પદ પ્રતિષ્ઠામાં વધારો થવાથી મન ખુશ રહેશે. વેપારમાં અપેક્ષા કરતાં વધારે લાભ મળશે. અઠવાડિયાના અંત ભાગમાં બીજાના વાદ વિવાદમાં ન પડવું, નહિતર તમે બિનજરૂરી વિવાદમાં ગુચવાઇ શકો છો. આ સમયમાં જૂના વિરોધીઓ સક્રિય બની શકે છે. લગ્ન જીવનમાં મધુરતા બની રહેશે. યુવાનોનો વધારે પડતો સમય મોજ મસ્તીમાં પસાર થશે.

કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું જીવનના નવા દરવાજા ખોલવા જઈ રહ્યું છે. આ સમયે તમારા માટે અનુકૂળ છે. આવા સમયે સાચી દિશામાં કામ કરવાથી તમને સફળતા જરૂર મળશે. મિત્રો અથવા પરિવારના લોકો તરફથી લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. કામના સ્થળે ઉપરી અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. વેપારમાં કેટલાક નવા સોદાથી તમારી આશા મુજબના લાભ થશે. પૂર્વજોની સંપત્તિને લઈને જરા પણ બેદરકારી ન રાખવી, નહિતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.  ખાસ રીતે સિઝનાલ બીમારીઓથી બચીને રહેવું. લગ્ન જીવનમાં મધુરતા બની રહેશે. પ્રેમ સંબંધો લગ્ન માં ફેરવાઈ શકે છે. લાંબી અથવા ટુંકી યાત્રા બની શકે છે.

વૃષિક રાશિ

આ રાશિના જાતકો એ આ અઠવાડિયું આળસ છોડીને સમયસર આગળ વધવાની જરૂર છે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ માણસ સાથેની મુલાકાત તમારા જીવનને નવી દિશા આપવાનું કામ કરશે. આ સમયે તમારી સામાજિક કાર્યશીલતાનો વિસ્તાર વધશે. કોઈ માણસ સાથે નવી યોજનાઓ અથવા કારોબારમાં ભાગીદારી કરતા પહેલા સારી રીતે વિચારી લેવું. તમારી કોઈ યોજના પૂરી થાય એ પહેલાં તેને ગુપ્ત રાખવી, નહિતર વિરોધીઓ તેમાં અડચણ ઊંભી કરી શકે છે. જમીન મકાન અથવા કોઈ મોંઘી વસ્તુ ખરીદતા પહેલા તમારા શુભ ચિંતકોની સલાહ જરૂર લેવી. અઠવાડિયાના અંત ભાગમાં કોઈ મહિલા મિત્રની મદદથી તમારા અધૂરાં કામ પૂરા થઈ શકશે. તમારા પ્રેમ સંબંધ સાથે જોડાયેલી વાતોને બીજા લોકો આગળ ન કરવી, નહિતર એ લોકો તમારી મજાક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *