શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ડ્રાઈવર) |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 12 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://itbpolice.nic.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ITBP ઘ્વારા 12 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
ITBPની આ ભરતીમાં ડ્રાઈવરની કુલ 458 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.
લાયકાત:
મિત્રો, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમારી પાસે હેવી વિહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા:
ITBP ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- શારીરિક ધોરણોની કસોટી (PST)
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- ડ્રાઇવિંગ ટેસ્ટ
- તબીબી પરીક્ષા
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જઈ રેજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી દો.
- હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.