જેમ તમે બધા જાણો છો, હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 દેવતાઓ રહે છે. તો બીજી તરફ એવું કહેવામાં આવ્યું છે કે ગો માતાની સેવા કરવાથી વ્યક્તિના બધા પાપ નષ્ટ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઇન્દ્ર પૂજા બંધ કરી ગોમાતાની પૂજા શરૂ કરી હતી, કારણ કે ગાય પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે.
ગાયનું દૂધ, ગોબર અને ગૌમૂત્રમાં ઘણા ઔશ્ધિય રૂપેણ પણ ખુબ જ કામ આવે છે. અને જે વ્યક્તિને અનેક પ્રકારના રોગોથી રક્ષણ આપે છે.જે ઘરમાં ગાય રાખવામાં આવે છે ત્યાં વાસ્તુ ખામી નથી હોતી અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. આજે આ લેખમાં એક એ વાસ્તુ વિષે વાત કરી છે કે જે ગાયને ખવડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે, જે કરવાથી તમે રાતોરાત ધનવાન બની જશો, તો જાણીલો આ વસ્તુનું નામ તમેપણ…
હિન્દુ ધર્મ અનુસાર ગાયની સેવા કરવી એ સૌથી મોટો ગુણ છે. આ જ કારણ છે કે આપણા પૂર્વજો ઘણા સદીઓથી આપણા ઘરના આંગણામાં ગાયનું પાલન કરે છે. ગાયમાંથી પુણ્ય કમાવવા ઉપરાંત, તેને પાળવાના બીજા ઘણા બધા ફાયદાઓ પણ છે. એવું કહેવામાં આવે છે કે ગાયને નિયમિતપણે રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે.
જો તમને તમારા જીવનમાં ઘણાં દુખ અને સમસ્યાઓ છે તો, અથવા તમારા ગ્રહોની હાલત ખરાબ છે, તો તમે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો. તમારે ગાયને ગોળની રોટલી સાથે મંગળવાર, ગુરુવાર અથવા શનિવારે ખવડાવવી પડશે. આ તમારા ખરાબ સમયને ટાળશે અને સારા સમયની શરૂઆત થશે. અને તમારા ઘરમાં હેમેશા સકારાત્મકતા પણ બની રહે છે.
ગાયને દરરોજ ખવડાવો, જો તમારા માટે એવું કરવું શક્ય ન હોય તો જન્માષ્ટમી પર ગાયને રોટલી ગોળ સાથે ખવડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે અને આના કારણે ભગવાન શ્રી કૃષ્ણ ખુબ જ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા હમેશાં વ્યક્તિ પર બની રહે છે, અને તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી પ્રવેશતી નથી.આમ તમારા ઘરે બનેલી પહેલી રોટલી રોજ ગાયને ખવડાવવી જ જોઇએ. આ કરવાથી તમને ગૌ માતા તેમજ શ્રીકૃષ્ણ અને અન્ય દેવ-દેવતાઓનો આશીર્વાદ મળે છે.
ગાયને માતા કહેવામાં આવે છે અને દરેક ઘરમાં રોટલી બનાવવામાં આવે છે અને તેમને પ્રેમથી ખવડાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયને રોટલી ખવડાવવાની પદ્ધતિઓ પણ તમારું જીવન સુધારી શકે છે. આમ રોટલીને ગોળ સાથે ખવડાવવાથી તેનું ત્રણગણું ફળ મળે છે.
જો તમે ગાયને રોટલી ખવડાવશો, તો પછી તમારા ઘરના બાળકો અથવા તમારી આવનારી પેઢીને પણ સુખ અને શાંતિ બની રહેશે. ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમારા બધા નબળા કામ સારા થાય છે અને આ સાથે સાથે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો છો. પરંતુ, એક બાબત એ પણ ધ્યાનમાં રાખો કે ગાય જ્યારે બેઠી હોય ત્યારે રોટલી અને ગોળ ખવડાવવું વધુ અને ખુબ જ ફળદાયી છે.મંગળવારે ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો તમે ઉપવાસ કરો અને ગાયની રોટલી ખવડાવશો, તો પછી ઉપવાસ સાર્થક અને ફળદાયી બની શકે છે.