એક સમયે ભાડે રહેતા આ ગુજરાતીએ મુંબઈમાં દરિયાની સામે 6 માળનો બંગલો ખરીદ્યો, જોઈ લો તસવીર

એક સમયે ભાડે રહેતા આ ગુજરાતીએ મુંબઈમાં દરિયાની સામે 6 માળનો બંગલો ખરીદ્યો, જોઈ લો તસવીર

સુરતનાં હીરાનો વેપારી મુંબઈમાં બંગલો ખરીદે તેમાં નવાઈની વાત નથી પણ હવે જે વેપારી વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમને 20 કે 40 કરોડ નહી, પરંતું 185 કરોડમાં બંગલાનો સોદો પાડ્યો છે.

કોણ છે હીરાનો આ વેપારી?

સુરતના હીરાના વેપારી ધનશ્યામ ધનજીભાઈ ધોળકિયાની માલિકીની કંપની હરી ક્રિષ્ણા એક્સપોર્ટ દ્વારા આ બંગલાની ખરીદી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં જન્મેલા ધોળકિયાએ 13 વર્ષની ઉંમરે સ્કૂલ જવાનું બંધ કરી દીધું અને પોતાના કાકાના હીરાના વેપારમાં જોડાઈ ગયા. તેમણે કાકા પાસેથી નાની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂઆત કરી હતી બાદમાં હીરા ઘસવાના ઉદ્યોગમાં 10 વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ તેમણે વર્ષ 1991માં શ્રી હરી ક્રિષ્ણા એક્સપોર્ટની સ્થાપના કરી હતી. ઘનશ્યામ ધોળકિયાએ જાણીતા હીરા વેપારી સવજી ધોળકિયાના ભાઈ છે.

વેપારીએ કઈ રીતે પાડ્યો સોદો?

મુંબઈના જાણીતા એવા વરલી વિસ્તારમાં આવેલા સી વ્યુનો આ બગલો વેપારી દ્વારા ખરીદવામાં આવ્યો છે. 19,800 ફુટથી વધુ બાંધકામ ધરાવતા આ 185 કરોડના બંગલાની પ્રતિ ફૂટ કિંમત 93,000થી વધુની અંકાઈ રહી છે. એસ્સાર જુથની કંપનીની માલિકી પાસેથી ધનશ્યામભાઈ ધોળકિયાની હરી ક્રિષ્ણા એક્સપોર્ટ દ્વારા આ બંગલાની ખરીદી કરવામાં આવી છે. આ બંગલો પન્હાર બંગલો તરીકે ઓળખાણ ધરાવે છે. તેમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિગ, ગ્રાઉન્ડ ફ્લોર સિવાય ૬ જેટલા માળનો આ બંગલો છે. પ્રોપર્ટીના સોદાનું ૩૦ જુલાઈના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.મળતી માહિતી અનુસાર બંગલા માટે મોટી રકમના બે સોદા કરાયા છે. જેમાં કુલ 185 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી છે. પહેલા સોદામાં ૪૭ કરોડ તેમજ બીજા સોદામાં ૧૩૮ કરોડ જેટલી રકમનાં દસ્તાવેજ કરવામાં આવ્યા છે.

કેટલા કરોડનું  ટર્નઓવર કરે છે કંપની?

હરી ક્રિષ્ણા એક્વર્ષ 2014માં કંપનીએ રૂ. 400 કરોડનું ટર્નઓવર કર્યું હતું. તેના આગળના વર્ષે કંપનીએ કરેલા ટર્નઓવર કરતા 100 ટકા વધુ હતું. આજે હરી ક્રિષ્ણા એક્સપોર્ટમાં 6,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને કંપનીનો બિઝનેસ બેલ્જિયમ, યુએઈ, યુએસએ, ચીન તેમજ હોંગકોંગ સહિત વિશ્વના 45થી વધુ  દેશોમાં વિકાસ પામલો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.