ધરમ ધૂતારો આ સરકારી અધિકારી કહે છે હું વિષ્ણુ ભગવાન નો દસમોં અવતાર છું. આ વર્ષે વરસાદ નહિ થવા દવ !!!

ધરમ ધૂતારો આ સરકારી અધિકારી કહે છે હું વિષ્ણુ ભગવાન નો દસમોં અવતાર છું. આ વર્ષે વરસાદ નહિ થવા દવ !!!

વડોદરાઃ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના અધિકારી ફરજ પર હાજર થયા બાદ પોતાની ફરજમાં અનિયમિત રહેતા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના કમિશ્નરે કારણ દર્શક નોટિસ ફટકારી હતી. 22મી સપ્ટેમ્બર 2017ના રોજ ફરજ પર હાજર થયા બાદ આ એજન્સીના અધિકારી રમેશચંદ્ર ફેફર માત્ર 16 જ દિવસ હાજર રહેતા હતા.

પોતાનું મનસ્વી વર્તન દાખવતા તેમને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જેના પગલે રમેશચંદ્ર ફેફરે હાસ્યાપદ જવાબ આપતા પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર ગણાવ્યો હતો.

તેમણે જવાબમાં એવું પણ કહ્યું કે હું ફિફ્થ ડાયમેન્શન એટલે કે તુરીયાતીત અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરૂ છું. આ કાર્ય ઓફિસમાં બેસીને કરી શકું નહીં માટે ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.

રમેશચંદ્રનો પોતે ભગવાન હોવાનો કર્યો બફાટ

મે તપસ્યાથી શક્તિ મેળવી હતી : રમેશચંદ્ર

મેં મારી શક્તિઓથી વરસાદ વરસાવેલો છે : રમેશચંદ્ર

મેં સોમનાથ મંદિરમાં સંકલ્પ કરીને 24 ઈંચ વરસાદ વરસાવ્યો : રમેશચંદ્ર

ગુજરાતમાં ફરી હરીબાપાની જેમ વધુ એક વ્યકિત આવ્યા સામે

ઇજનેર રમેશચંદ્ર પોતાને ગણાવે છે ભગવાન

હરીબાપાએ પણ ભગવાન લેવા આવે તેવા કર્યા હતા દાવા

જો કે ભગવાનને બદલે 108માં દવાખાના લઇ જવાયા હતા હરીબાપાને

પોતાને ભગવાન લઇ જશે અને દેહત્યાગ કરશે તેવા કર્યા હતા દાવાઓ

જો કે દાવાઓ પડ્યા હતા ખોટા

તો ફરી રમેશચંદ્ર પણ પોતાને કલ્કિ ભગવાન હોવાનો કરી રહ્યો છે દાવો

પોતાની પત્નીને સીતાનો અવતાર ગણાવે છે રમેશચંદ્ર

આલીશાન ઘરમાં રહે છે રમેશચંદ્ર

મહાભારતના સમય કરતા 15 હજાર ગણો અધર્મ વૈશ્વિક રાજકારણમાં :રમેશચંદ્ર

હું કૃષ્ણ કરતા અનેક ગણી વધારે શક્તિ ધરાવું છુ : રમેશચંદ્ર

ઢોંગી રમેશચંદ્રને નથી ભગવત ગીતાની પૂરતી માહિતી

100 ટકા વરસાદ થવાનો પણ ઢોંગી અધિકારીએ કર્યો દાવો

શું છે કારણ દર્શક નોટિસમાં?

સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના અધિકારીને કારણ દર્શક નોટિસ

ફરજ પર હાજર થયા બાદ 8 માસમાં માત્ર 16 દિવસ હાજર રહ્યા

બાકીના દિવસમાં મનસ્વીપણે અનઅધિકૃત રીતે ગેરહાજર

એક રાજ્યપત્રિત અધિકારીને ન છાજે તેવું વર્તન

કામગીરી અંતિમ તબક્કામાં હોઈ તાબાના અધિકારીઓ માર્ગદર્શનથી વંચિત

અનઅધિકૃત ગેરહાજરીના કારણે કામગીરીમાં વિલંબ

ગેરહાજર રહેવા બાબતે સાત દિવસમાં ખુલાસો કરવાનો આદેશ

નિયમ 1971 હેઠળ કાયદેસરના પગલાં લેવાની તાકીદ

રમેશચંદ્રનો જવાબ!

“હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર છું”

“હું ફિફ્થ ડાયમેન્શન એટલે કે તુરીયાતીત અવસ્થામાં રહી સાધના કરૂ છું”

“સાધના દ્વારા વૈશ્વિક ચેતનામાં પરિવર્તન કાર્ય કરૂ છું”

“આ કાર્ય ઓફિસમાં બેસીને ના કરી શકુ”

“આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી”

“હું ઓફિસમાં બેસીને સમય પસાર કરૂ એ મહત્વનું ?”

“કે ઘરે રહીને દેશમાં દુકાળ ન પડે તે માટે વાતાવરણ ઊભુ કરવાનું મહત્વનું?”

“અમેરિકામાં દર 3 વર્ષે દુકાળ પડે છે તેનું કારણ વૈજ્ઞાનિકો પણ શોધી શ~યા નથી”

“અમેરિકામાં છેલ્લાં 19 વર્ષથી સારો વરસાદ પડે છે”

“હું કલ્કિ અવતાર છું એટલે આ શક્ય બન્યું”

“મેં 16 સપ્ટેમ્બર 2012થી સતયુગની સ્થાપના કરી છે”

રમેશચંદ્રના દાવા !

ગુજરાતમાં સારા વરસાદ પાછળ રમેશચંદ્ર જવાબદાર હોવાનો દાવો

“મારા કારણે રાજ્યમાં દુકાળ પડતો નથી”

“ગુજરાતની સમૃદ્ધિ માટે સાધના કરી રહ્યો છું”

“અમેરિકામાં દર 3 વર્ષે દુકાળ પણ ગુજરાતમાં નહીં”

“મચ્છુ ડેમ મારા કારણે છલકાયો છે”

રમેશચંદ્ર હાલ નર્મદા નિગમમાં બજાવે છે ફરજ

રમેશચંદ્રના લેટરથી ભારે આશ્ચર્ય સર્જાયુ

ગુજરાતમાં સારા વરસાદ પાછળ રમેશચંદ્ર જવાબાર હોવાનો પણ જવાબ

મારે કારણે રાજ્યમાં દુકાળ પડતો નથી – રમેશચંદ્ર

ગુજરાતની સંમૃદ્ધિ માટે સાધના કરી રહ્યો છું – રમેશચંદ્ર

અમેરીકામાં દર ત્રણ વર્ષે દુકાળ પણ ગુજરાતમાં નહીં – રમેશચંદ્ર

મચ્છુ ડેમ મારા કારણે છલકાયો છે – રમેશચંદ્ર

અધિકારી રમેશચંદ્ર હાલમા નર્મદા નિગમમાં નોકરી કરે છે

રમેશચંદ્રના લેટરથી ભારે આચર્ય સર્જાયું

જાણો કલકી અવતાર વિશે

પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર

કલ્કિ અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર

અત્યારસુધીમાં વિષ્ણુ ભગવાનના માત્ર 9 અવતાર

કલ્કિ અવતારમાં વિષ્ણુયશ તેમના પિતા અને સુમતિ માતા હશે

ભગવાન વિષ્ણુના 10 અવતારની ચર્ચા હિન્દુગ્રંથમાં

દસમો કલ્કિ અવતાર ક્યારે લેશે તે જાણવુ મુશ્કેલ

કલ્કિ અવતારમાં તેમના 3 મોટા ભાઈ હશે

સુમન્ત પ્રજ્ઞા અને કવિ નામના હશે ભાઈ

તેમના પાદરી યાજ્ઞવલક્ય અને ગુરુ ભગવાન પરશુરામ હશે

કલ્કિની બે પત્ની હશે એક લક્ષ્મીરૂપમાં પદ્મ અને વૈષ્ણવી શક્તિ રૂપમાં રમા

જય વિજય મેધમાલ અને બલાહક નામના 4 પુત્રો પણ હશે

ભગવાન રામ સીતાને શોધતા પહોંચ્યા હતા સમુદ્ર નજીક

ત્યારે ધ્યાનમાં બેસેલી એક સ્ત્રી રામને દેખાઈ

આ સ્ત્રીએ પોતાનું નામ વૈષ્ણવી જણાવ્યું

ભગવાન રામ સાથે લગ્ન કરવા ઈચ્છા વ્યક્ત કરી

આ જન્મમાં હું મર્યાદાપુરષોત્તમ અને સીતા મારી પત્ની છેઃ રામ

કળિયુગમાં હું કલ્કિ અવતાર લઈશઃ રામ

ત્યારે તેના લગ્ન ભગવાન કલ્કિ સાથે થશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *